મહામૃત્યુંજય જાપ:ગાંધીનગર ભાજપા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા-દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કરાયા

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઇકાલે પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ચૂક થઇ હતી

પંજાબમાં ગઈકાલે વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ચૂક થઇ હતી. તેમના જીવને જોખમમાં નાખવાનું કૃત્ય કરવાનો થયેલા દુષ્પ્રયાસનાં પગલે ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા-દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કરાયા હતા.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા અને દીર્ઘાયુ માટે સેક્ટર-22માં પંચદેવ મંદિર, સેક્ટર 25માં સંતોષી માતાના મંદિર, ભૈરવનાથ પાર્ટી પ્લોટ રાયસણ પાસે શ્રી રામજી મંદિર સહિત મહાનગરમાં કુલ 3 જગ્યાએ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાનું આયોજન મહાનગર ભાજપા દ્વારા કરાયું હતું.

પંચદેવ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મહાનગર ભાજપા અધ્યક્ષ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડૅ. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, મહામંત્રીઓ કનુભાઈ દેસાઈ, ગૌરાંગ પટેલ, સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ, કોર્પોરેટરો , કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પીએમ મોદીજીના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજયના જાપ કર્યા હતા. તેમજ પ્લેકાર્ડ દર્શાવી કોંગ્રેસની નિન્મ સ્તરની રાજનીતિને વખોડી કાઢી હતી.

આ ઉપરાંત સેક્ટર 25માં સંતોષી માતાના મંદિર ખાતે, ભૈરવનાથ પાર્ટી પ્લોટ, રાયસણ પાસે શ્રી રામજી મંદિર ખાતેના કાર્યક્રમમાં સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો , કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...