વડાપ્રધાનને રજૂઆત:ગુજરાત હાઇકોર્ટમાં થતી તમામ કોર્ટ કાર્યવાહીમાં ગુજરાતી ભાષાને મંજૂરી આપવા ગાંધીનગર બાર એસોશીએશનની માંગ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી મુક્તિ મળે તેવી વકીલ મંડળની લાગણી: બાર પ્રમુખ સંજયસિંહ વાઘેલા

ગુજરાત હાઇકોર્ટની કોર્ટ પ્રોસીડીંગ્સ ચલાવવા માટે અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાને પણ સમાવિષ્ટ કરવા ગાંધીનગર બાર એસોસીએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત સાથે માંગણી કરવામાં આવી છે.

ગાંધીનગર બાર એશોસીએસનની તાકીદની બેઠક યોજાઈ
ગાંધીનગર બાર એસોસીએશનનાં પ્રમુખ સંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત હાઇકોર્ટ ખાતે તમામ કોર્ટમાં અંગ્રેજી ભાષમાં કોર્ટ કાર્યવાહી ચાલે છે. અને તમામ પક્ષકારો તથા ગુજરાતના મોટા ભાગના વકીલોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે બાબતે ગાંધીનગર બાર એશોસીએસનની એક મીટીંગ તાકીદે સંયોજક ગાંધીનગર બાર એશોસીએસન લાલસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને તેમજ ગુજરાત બાર કાઉન્સીલના સભ્ય એસ.એસ.ગોહિલ તથા કે.બી વાઘેલાના માર્ગદર્શન હેઠળ બોલાવવામાં આવી હતી.

હાઇકોર્ટ દ્વારા આપવામાં આવતા ઓડર્સ તથા જજમેન્ટ અંગ્રેજી ભાષામાં હોય છે
જે અન્વયે ઠરાવ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવતા ઓડર્સ તથા જજમેન્ટ અંગ્રેજી ભાષામાં હોઇ છે, અને તમામ કાર્યવાહીઓ એટલે કે અપીલ, રીવીઝન અરજીઓ તથા અન્ય ક્રિમીનલ અરજીઓ વિગેરે તમામની ભાષા અંગ્રેજી હોય છે. અને રજુઆતો તથા દલીલો પણ અંગ્રેજીમાં કરવી પડે છે. જેમાં પક્ષકારો તથા વકીલોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મોટા ભાગના વ્યક્તિઓને અંગ્રેજી ભાષા બોલવાની કે સમજવાની આદત નથી.

અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી મુક્તિ મળે તેવી વકીલ મંડળની લાગણી
ભારત દેશના અન્ય રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા ઉત્તરાખંડ ની જુદી – જુદી નામ.હાઇકોર્ટ સમક્ષ જેતે પ્રાદેશીક ભાષામાં જ તમામ કાર્યવાહી ચાલે છે, અને તેમાં કોઇ જ વકીલ કે પક્ષકારોને તકલીફ પડતી નથી. વધુમાં ટ્રાયલ કોર્ટના પ્રોસેડીંગ્સને અંગ્રેજીમાં ભાષાંતર કરાવવાની પણ જરૂરીયાત રહેતી નથી. તે સંજોગોમાં આઝાદીના 75 વર્ષ પૂરા થતા હોઇ એક ક્રાંતિકારી પગલા રૂપે ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી તમામ પ્રકારની કાનુની કાર્યવાહીઓ દરમ્યાન પક્ષકારોને આપણી પ્રાદેશીક ગુજરાતી ભાષામાં ન્યાય મળે અને અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી મુક્તિ મળે તેવી વકીલ મંડળની લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...