બાર એસોસિએશનની ચૂંટણી:વિધાનસભા બાદ ગાંધીનગર બાર એસો.ની ચૂંટણી યોજાશે

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 સુધી ફોર્મ સ્વીકારાશે, 16 ડિસેમ્બરે મતદાન

રાજ્યમા વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પુરી થયા પછી ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે. જેની કામગીરી શરુ કરી દેવામા આવી છે અને જાહેરનામુ પણ બહાર પાડી દેવાયું છે. ફોર્મ વિતરણ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, જ્યારે 30 નવેમ્બર સુધી ભરેલા ફોર્મ પરત લેવામા આવશે, જ્યારે 16 ડીસેમ્બરે મતદાન અને પરિણામ જાહેર કરવામા આવશે.

બાર એસોસિએશનમા છેલ્લા કેટલાય વર્ષોથી એક હથ્થુ શાસન ચાલી રહ્યંુ છે. એક જ જૂથના લોકો હોદ્દેદારો બન જાય છે, જેનો છૂપો રોષ પણ જોવા મળતો હતો. પરંતુ અન્ય વકીલો વાદ વિવાદથી દૂર રહેતા હતા. તેવા સમયે વર્ષ 2022-23ના હોદ્દેદારો જેમા પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી, કારોબારી સભ્ય અને મહિલા પ્રતિનિધિ, માટે બાર એસોસિએશનની ચૂંટણીનુ જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. એક તરફ વિધાનસભાની ચૂંટણી અને બીજી તરફ બાર એસોસિએશનની ચૂંટણીનો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.

ચૂંટણીમા 16 ડિસેમ્બરના રોજ બાર રુમમા મતદાન કરવામા આવશે. જ્યારે 30 નવેમ્બર સુધી ફોર્મ સ્વીકારવામા આવશે. 3 ડિસેમ્બરે ફોર્મ ચકાસણી, 7 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવામા, 8 ડિસેમ્બરે ઉમેદવારની યાદી અને 16 ડીસેમ્બરના રોજ મતદાન અને પરિણામ જાહેર કરવામા આવશે. જ્યારે ચૂંટણીમા 648 વકીલ સભ્યો મતદાન કરશે ચૂંટણીમા પણ નોટાનો વિકલ્પ અપાયો છે. ગાંધીનગર કોર્ટના વકીલ કૌશિકભાઇ શ્રીમાળી દ્વારા પ્રમુખ પદ માટે બુધવારે ઉમેદવારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...