ચૂંટણી કાઉન્ટ ડાઉન:ગાંધીનગર ખોટી આંકડાકીય માહિતી ન ફેલાય તે હેતુસર એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ દર્શાવવા પર પ્રતિબંધ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022 દરમિયાન ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિભાગની મતદાન અંગે સર્વેક્ષણ (એક્ઝિટ પોલ) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જાહેરનામું બહાર પાડયું
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગીરાજસિંહ ગોહિલે જણાવ્યું છે કે, ચૂંટણી આયોગ દ્વારા તા. 10મી નવેમ્બરના રોજ એક જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (એક્ઝિટ પોલ) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર તા.12/11/2022 શનિવારથી સવારે 8 કલાકથી તા.5/12/2022 સોમવારના સાંજે 5.30 કલાક દરમ્યાન તથા મતદાન પુરૂ થવાના 48 કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો ( ઓપિનિયન પોલ) સહીતની કોઈ પણ ચૂંટણી સંબધી સામગ્રી કોઈ પણ ઈલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારિત કરવા પર ચૂંટણી આયોગ દ્વારા આ જાહેરનામાથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ પ્રતિબંધ હેઠળ કોઈ પણ વ્યક્તિ દર્શાવેલ સમયગાળા દરમ્યાન સર્વેક્ષણ અથવા સર્વેક્ષણ પરિણામ કોઈપણ ઈલેક્ટ્રોનિક માધ્યમોથી અથવા અન્ય પ્રચાર પ્રસારના માધ્યમથી પ્રસારિત નહી કરી શકે. મતદાનના પ્રથમ દિવસે મતદાન શરૂ થવાના નિયત સમયની શરૂઆતથી મતદાન પુરૂ થયાના અડધા કલાક સુધી આ જાહેરનામાની અવધી ચાલુ રહેશે. કોઈપણ વ્યક્તિ જે આ હુકમનો ભંગ કરતા જણાશે તો તેને બે વર્ષની કેદ અથવા રોકડ દંડ અ‍થવા આ બંનેની સજા થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...