તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કલોકના મોટી ભોંયણ ગામે ટાટા હાઉસિંગનાં મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, એકપણ જુગારી પાસેથી મોબાઇલ ન મળ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાત જુગારીઓ પાસેથી પોલીસને નજીવી રકમ જ હાથ લાગી, એકપણ મોબાઇલ પણ મળીનાં આવતા આશ્ચર્ય

કલોલનાં સાંતેજ પોલીસ મથકની હદમાં આવેલા મોટી ભોંયણ ગામની સીમ ટાટા હાઉસિંગ શુભ ગ્રીહાના મકાનમાં ચાલતા જુગાર ધામને પોલીસે ઝડપી પાડયું છે. આ રેડ દરમિયાન 7 જુગારીઓ પાસેથી માત્ર રૂ. 29 હજાર 530ની રોકડ રકમ સિવાય એકપણ મોબાઇલ ફોન હાથ ન લાગતા પોલીસ બેડામાં આશ્ચર્ય સાથે ચર્ચાઓ વહેતી થવા લાગી છે.

ગાંધીનગરમાં શ્રાવણિયો જુગાર ની મૌસમ પૂર બહાર ખીલી ઉઠી છે. ત્યારે પોલીસ પણ જુગારીઓને ઝડપી લેવા ઠેર ઠેર રેડ કરી કાર્યવાહી કરી રહી છે. જેનાં પગલે સાંતેજ પોલીસે પણ મોટી ભોંયણ ગામની સીમ ટાટા હાઉસિંગ શુભ ગ્રીહાના મકાનમાં ચાલતા જુગાર ધામને ઝડપી લઈ 7 જુગારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ પોલીસને જુગાર ધામમાંથી એકપણ ખેલી પાસેથી એકપણ મોબાઈલ ફોન નહીં મળી આવતા પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ વહેતી થવા લાગી છે.

સાંતેજ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એલ. એચ. મસાણીને બાતમી મળી હતી કે, મોટી ભોંયણ ગામની સીમ ટાટા હાઉસિંગ શુભ ગ્રીહાના મકાન નંબર 30માં ચિરાગ પટેલ પોતાના ઘરે માણસો બોલાવીને ગંજીપાનાનો જુગાર રમાડી નાળનાં નાણાં ખેંચી રહ્યો છે. જેનાં પગલે સ્ટાફના માણસોએ ઘરમાં ચાલતાં જુગારથી ટાટા હાઉસિંગમાં રહેતા ચિરાગ હસમુખભાઈ પટેલ, મેહુલ અમૃતભાઈ પટેલ, આનંદ બીપીનભાઈ સોની, અલ્પેશ પુરુષોત્તમભાઈ શ્રીમાળી, શંકર કરસનભાઈ વાણીયા, ભાવેશ રાજેશભાઈ શ્રીમાળી અને શંકર મુવાજી મારવાડીને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવાયા હતા.

ઉપરોક્ત તમામ જુગારીઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી પોલીસને રૂ. 29 હજાર 530ની રોકડ રકમ મળી આવી હતી. ત્યારે એકપણ ખેલી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો. આ બનાવના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, જુગારીઓ પાસેથી નજીવી રોકડ સિવાય મોબાઇલ પણ પોલીસને મળી નહીં આવતાં પોલીસ બેડામાં આશ્ચર્ય સાથે ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...