જિલ્લા પંચાયતનું વર્ષ-2023-24નું બજેટ આગામી તારીખ 15મી, માર્ચ પહેલાં સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે કે નહી તેવા પ્રશ્નો કર્મચારીઓમાં ઉઠી રહ્યા છે. કેમ કે બજેટમાં સત્તાધિશ પક્ષોના સદસ્યો માટે નાણાંકિય જોગવાઇને લઇને મતમતાંતરને લઇને હજુ બજેટની સામાન્ય સભા નક્કી કરવામાં આવી નથી.
છેલ્લા બે વર્ષથી ગાંધીનગર જિલ્લા પંચાયતમાં સત્તાની ધુરા ભાજપના હાથમાં છે. જોકે ગત વર્ષે જિલ્લા પંચાયતનું બજેટ કોઇપણ વિવાદ વિના જ સામાન્ય સભામાં મંજુર કરવામાં આવ્યુ ંહતું. પરંતું વર્ષ-2023-24ના બજેટને લઇને જિલ્લા પંચાયતમાં વિવાદે રહેતા ચર્ચામાં રહ્યું છે. જોકે બજેટમાં જિલ્લા પંચાયતના પ્રમુખ માટે રૂપિયા 1.25 કરોડની ગ્રાન્ટની જોગવાઇ જ્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના સહિતની સમિતિઓના ચેરમેનોને ગ્રાન્ટ ફાળવવામાં નહી આવતા વિવાદે સ્થાન લીધું છે.
જેને પરિણામે બજેટને લઇને બેઠકો કરવા છતાં એક સૂત્રતા શાસકપક્ષના સદસ્યોમાં જળવાતી નથી. જ્યારે બીજી તરફ જિલ્લા પંચાયતના હિસાબી શાખા દ્વારા તમામ વિભાગોઓના વડાઓ દ્વારા રજુ કરેલા ખર્ચના અંદાજાને આધારે બજેટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. પરંતુ સદસ્યોને ફાળવવાની ગ્રાન્ટને લઇને વિવાદ ઉઠ્યો છે.
જિલ્લા પંચાયતના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તારીખ 15મી, માર્ચ-2023 સુધીમાં બજેટને સામાન્ય સભામાં મંજુર કરીને વહિવટી મંજુરી માટે વિકાસ કમિશ્નરમાં મોકલી આપવાનો નિયમ છે. જોકે ત્યારબાદ આવેલા બજેટ માટે વિકાસ કમિશનરમાંથી પંચાયત ધારા મુજબ કામગીરી કરવાની હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતનું બજેટ નિયત સમય મર્યાદમાં રજૂ થશે કે નહી તેવી ચર્ચાઓ કર્મચારીઓમાં જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.