રાજસ્થાનના CMને ગુજરાત કોંગ્રેસનું સુકાન:કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી સહિતની ગેહલોતને સંપૂર્ણ સત્તા; 2017માં કોંગ્રેસને 77 બેઠકો અપાવી હતી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અશોક ગેહલોત - ફાઇલ તસવીર - Divya Bhaskar
અશોક ગેહલોત - ફાઇલ તસવીર

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને વધુ એકવખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સંપૂ્ર્ણ કમાન સોંપવામાં આવી છે.દિલ્હીના મોવડી મંડળે વર્ષ 2017માં અશોક ગેહલોતની રણનિતી સફળ થતી જોયા પછી વર્ષ 2022માં પણ ગુજરાતની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી સોપી છે. ઉમેદવારોની પસંદગીથી લઇને તમામ બાબતોમાં ગેહલોતનો નિર્ણય આખરી રહેશે.

દરમિયાનમાં કોંગ્રેસના નેતાઓ મિડીયા,કેમ્પેન,પબ્લિસીટી કમિટી સહિતની બાબતોને લઇને તા. 14મીએ દિલ્હી જશે તેવું જાણવા મળ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુજરાતના સિનીયર ઓબ્ઝર્વર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગેહલોતે કોંગ્રેસને 77 બેઠક અપાવીને જીતની નજીક પહોંચાડી દીધું હતું.

આ બાબતને ધ્યાનમાં રાખીને મોવડી મંડળે 2017માં પણ ગેહલોતને ઉમેદવારો પસંદ કરવા માટે છૂટો દોર આપ્યો હોવાનું સુત્રોનું કહેવું છે. આ સાથે ચૂંટણીલક્ષી જે કમિટીઓ બને જેમ કે સ્ક્રીનીંગ કમિટી, કેમ્પેન કમિટી,પબ્લિસીટી કમિટી,મેની ફેસ્ટો કમિટી,ઇલેકશન કમિટી સહિતની કમિટીઓમાં કોની નિયુકિત કરવી તેમાં પણ ગેહલોતનો નિર્ણય આખરી રહેશે. કોંગ્રેસે રાજયમાં પૂરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે. જેના માટે મદદ મેળવવા હેલ્પલાઇન નંબર 9099902255 જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...