તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાવી પતિએ આપધાત કરી લેતાં યુવતી બહેનપણીના ઘરે છુપાઈ ગઈ હતી, પોલીસે 9 દિવસ પછી ધરપકડ કરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રાસ આપનાર યુવતી - Divya Bhaskar
ત્રાસ આપનાર યુવતી
  • મૃત યુવક પાસેથી રીંકુએ કેટલાં નાણાં ખંખેર્યાં તેની બેંક ડીટેલની તપાસ કરાશે
  • વાવોલમાં રહેતા શાકભાજીના વેપારી યુવકે વાગદત્તાની માંગણીથી કંટાળી નર્મદા કેનાલમા ઝંપલાવી મોતને ભેટ્યો હતો,
  • મૃતકના ભાઈએ મૃતકની વાગદત્તા સામે ફરિયાદ નોંધાવી હતી

વાવોલમા રહેતા શાકભાજીનો વ્યવસાય કરતા યુવકે પોતાની વાગદત્તાથી કંટાળી નર્મદા કેનાલમા ઝંપલાવી મોત વ્હાલુ કર્યુ હતુ. ત્યારબાદ મૃતકના ભાઇએ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં મૃતકની સગાઇ કરવામા આવેલી યુવતીના ત્રાસથી જીવન ટુંકાવી નાખ્યાની ફરિયાદ નોંધાવતા જ યુવતી ભુગર્ભમાં ઊતરી ગઇ હતી. પોલીસે 9 દિવસ પછી યુવતી તેની બહેનપણીના ઘરેથી ઝડપી લઇ જેલ હવાલે કરી હતી. જ્યારે યુવતી અને મૃતક યુવકના મોબાઇલ એફએસએલમાં મોકલવાની કામગીરી હાથ ધરી હતી.

મૃતક યુવક
મૃતક યુવક

વાવોલમાં રહેતા 28 યુવક વિપુલ ભોગીલાલ પટેલે ખોરજ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કરતા મૃતકના ભાઇ નવનીતે મૃતકની વાગદત્તા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ છે કે, મૃતક વિપુલની સગાઇ સરગાસણમાં રહેતા તેમના પિતાના મિત્રે રીંકુ(રીના) રમેશભાઇ ઉર્ફે રામભાઇ માલાણી (રહે, સેક્ટર 4સી, પ્લોટ નંબર 667/1) સાથે એક વર્ષ પહેલા સંપર્ક કરાવ્યો હતો. બાદમાં સગાઇ કરી હતી, ત્યારબાદ રીંકુ વારંવાર મૃતક વિપુલ પાસે નાણાંની માંગણી કરતી હતી. જેનાથી કંટાડી યુવકે ખોરજ નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધુ હતુ.

મોત પાછળ રીંકુ મૃતક યુવક વિપુલ પાસે વારંવાર રૂપિયાની માંગણી કરતી હતી તે સામે આવ્યું હતુ. ત્યારબાદ મૃતકના ભાઇએ યુવતી રીંકુ સામે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. પરંતુ રીંકુ પોલીસના ડરથી ભુગર્ભમાં ઉતરી ગઇ હતી. પોલીસે રીંકુને સેક્ટર-26માં રહેતી તેનીબહેનપણીના ઘરેથી પકડી પાડી હતી અને બાદમા જેમા મોકલી દીધી હતી. સેકટર-7 પીએસઆઇ પરમારે કહ્યુ હતુ કે, યુવકના આપઘાતની ઘટના પછી રીન્કુ ગાંધીનગરના ગેસ્ટ હાઉસમાં રોકાયા બાદ તેની બહેનપણીના ઘરે રોકાઈ હતી. બેંક એકાઉન્ટની માહિતી મંગાવાઈ છે.

જ્યારે મૃકત વિપુલના 2 અને રીંકુનો 1 મોબાઇલને તેમની વચ્ચે થયેલી વાતચિત જાણવા એફએસએલમાં મોકલાશે. રીન્કુના અગાઉ 2 વખત લગ્ન તુટી ગયા બાદમાં તે વિપુલના સંપર્કમાં આવી હતી. બન્નેની સગાઈ થવાની હતી પણ બન્ને વચ્ચે કોઈ બાબતે બ્રેકઅપ થઈ ગયું હતું. રીન્કુ લગ્ન કરવા માંગતી ન હતી પણ વિપુલ તેના પ્રથમ પ્રેમમાં ગળાડૂબ થઈ ગયો હતો. રીન્કુને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સેન્ટ્રલ જેલ મોકલી આપી હતી. જો કે, પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...