કાર્યવાહી:સુરતમાં સ્કૂલ ખોલવા ખોટા ડોક્યુમેન્ટ બનાવનારો ફરાર આરોપી પકડાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખોટા ડોક્યુમેન્ટ બનાવવાના કેસમાં 3 વર્ષથી ફરાર આરોપી પકડાયો - Divya Bhaskar
ખોટા ડોક્યુમેન્ટ બનાવવાના કેસમાં 3 વર્ષથી ફરાર આરોપી પકડાયો
  • ગાંધીનગર એલસીબીએ રામકથા મેદાન પાસેથી પકડી કાર્યવાહી હાથ ધરી
  • મિત્ર સાથે મળીને શાળા શરૂ કરવા બોગસ બીયુ પ્રમાણપત્ર બનાવ્યાં હતાં

સુરતમા આવેલી એક શાળામા નોકરી કરતા કર્મચારી દ્વારા તેના મિત્ર સાથે મળીને શાળા શરૂ કરવા ખોટા સિક્કાના આધારે બીયુ પ્રમાણપત્ર બનાવ્યા હતા. ત્રણ વર્ષ પહેલા સેક્ટર 7 પોલીસ મથકમા કેસ નોંધાયો હતો. ત્યારબાદથી ખોટા દસ્તાવેજ બનાવનાર આરોપી ફરાર હતો. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા સેક્ટર 11 રામકથા મેદાન પાસેથી તેને પકડી પાડવામા આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ગાંધીનગર એલસીબીના પીઆઇ એચ.પી.ઝાલાની ટીમ ભાગેડુ આરોપીઓને શોધવા છુપીરીતે ફરતી હતી. ત્યારે આરોપી મેહુલ હિંમતભાઇ કાનપુરીયા (રહે, નીલકંઠ રેસીડેન્સી, શિવાંજલી રીમ, કામરેજ સુરત) દ્વારા ત્રણ વર્ષ પહેલા વર્ષ 2018મા સુરત કડોદરામા આવેલી એક શાળામા મેનેજમેન્ટમા નોકરી કરતો હતો અને તેનમ એક મિત્ર સાથે મળીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા બોર્ડમાંથી મંજુરી મેળવવા અને શાળા શરૂ કરવા સારુ જમીનના ખોટા હક્ક પત્રક અને ચોર્યાસી તાલુકા પંચાયતના ખોટા સિક્કાવાળા બીયુ પ્રમાણપત્ર બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યાની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મથકમા નોંધાઇ હતી.

ફરિયાદ નોંધાયા પછી મેહુલ કાનપુરીયા ફરાર થઇ ગયો હતો અને પોલીસના હાથમા આવતો ન હતો. ત્યારે એલસીબીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, મેહુલ કાનપુરીયા શહેરના સેક્ટર 11મા આવેલા રામકથા મેદાન પાસે આવ્યો છે. જેને લઇને એલસીબીની ટીમ સાબદી થઇ ગઇ હતી અને તેને સ્થળ ઉપરથી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...