ગુજરાત / આજથી જાહેરમાં થૂંકનાર-માસ્ક ન પહેરનારને એકસરખો 500 રૂપિયાનો દંડ, અમૂલ પાર્લર પરથી 2 રૂપિયામાં માસ્ક મળશે

From today, those who do not wear masks in public will be fined Rs 500 and will get a mask for Rs 2 from Amul Parlor
X
From today, those who do not wear masks in public will be fined Rs 500 and will get a mask for Rs 2 from Amul Parlor

  • અગાઉ થૂંકવા અને માસ્ક ન પહેરવા માટે 200-500 એમ અલગ-અલગ દંડ વસૂલવામાં આવતો હતો
  • હવે અમૂલ પાર્લર પરથી 5 રૂપિયાનું યુઝ એન્ડ થ્રો માસ્ક માત્ર 2 રૂપિયામાં મળશે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 01:08 PM IST

ગાંધીનગર. આજથી(1 ઓગસ્ટ) જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આજથી લાગુ થશે. પહેલા જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકવા પર 200 તેમજ 500 એમ અલગ-અલગ દંડ વસૂલવામાં આવતો હતો. પરંતુ સરકારના નિર્ણય બાદ હવે આજથી રાજ્યભરમાં એકસરખો જ દંડ વસૂલવામાં આવશે.

હવે અમૂલ પાર્લર પર 5 રૂપિયાની જગ્યાએ માત્ર 2 રૂપિયામાં માસ્ક મળશે
કોરોના વાઈરસથી બચવા માટે જાહેરમાં નીકળતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર માસ્કના કાળાબજારો પણ ચાલતા હોય છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે નાગરિકોને સસ્તામાં માસ્ક મળી રહે તે માટે અમૂલ પાર્લર પર માસ્કનું વેચાણ શરૂ કરાવ્યું હતું. જ્યાં 5 રૂપિયાનું સાદુ માસ્ક તેમજ 65 રૂપિયામાં N95 માસ્કનું વેચાણ કરવામાં આવે છે. જોકે હવે આજથી અમૂલ પાર્લર પરથી રૂપિયા 10માં 5 માસ્કનું પેકેટ મળશે. એટલે કે હવે એક યુઝ એન્ડ થ્રો માસ્કની કિંમત માત્ર રૂપિયા રાખવામાં આવી છે. રાજ્યમાં તમામ લોકો માસ્ક ખરીદી શકે તે માટે સરકારે તેના ભાવમાં ઘટાડો કર્યો છે.

જાહેરમાં માસ્ક ન પહેરવા તેમજ થૂંકવા પર કયા રાજ્યમાં કેટલો દંડ

રાજ્ય દંડ
ઝારખંડ રૂ.1 લાખ
કેરળ રૂ. 2,000થી રૂ.10,000
દિલ્હી રૂ.500થી રૂ.1000
મહારાષ્ટ્ર રૂ.500થી રૂ.1000
ગુજરાત રૂ.500
પ.બંગાળ રૂ.50

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી