આવેદન:આજથી ધોરણ-12 સાયન્સના છાત્રોના પરીક્ષાના આવેદન ઓનલાઇન ભરાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડની વેબસાઇટ પર 9 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ઓનલાઇન સ્વીકારાશે

માર્ચ-2023માં લેવાનાર ધોરણ-12 સાયન્સની બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાનું શરૂ તારીખ 10મી, નવેમ્બરથી કરવામાં આવ્યું છે. આગામી તારીખ 9મી, ડિસેમ્બર સુધીમાં શાળાએ નિયમિત તથા રિપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ભરવાના રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-2023માં લેવાનાર ધોરણ-12 સાયન્સની પરીક્ષાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઇન વિદ્યાર્થીઓના ફોર્મ શાળા દ્વારા ભરાવવામાં આવે છે. જેમાં તારીખ 10મી, નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓની સંપુર્ણ વિગતો સાથે બોર્ડની વેબસાઇટ ઉપર આવેદનપત્ર અપલોડ શાળાએ જ કરવાના રહેશે.

ઉપરાંત વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાને લગતી ફી પણ શાળાઓએ ઓનલાઇન ભરવાની રહેશે. જોકે શાળાઓના સંચાલકોએ વિદ્યાર્થીઓના આવેદનપત્રો સમય મર્યાદમાં ભરવાના રહેશે. ઉપરાંત ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવામાં શાળાના સંચાલકોએ કાળજી રાખવાની રહેશે. ઉપરાંત ધોરણ-12 સાયન્સના નિયમિત અને રિપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન જ ભરવાના રહેશે. ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓના આવેદનપત્રો આગામી તારીખ 9મી, ડિસેમ્બર-2022ના રોજ રાત્રીના 12 કલાક સુધી ભરી શકાશે. ઉપરાંત વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવાન અંગેની જરૂરી સુચનાઓ અને નિયમો શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવી હોવાનો આદેશ શિક્ષણ બોર્ડના પરીક્ષા નિયામકે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...