• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • From The Beginning To The End Of The Plague The Dead Of Koro Will Be Assisted; The State Government Will Pay From The SDRF Fund, Credited To The Heir's Account

કોવિડ-19 મૃતક સહાય:મહામારીના પ્રારંભથી અંત સુધી કોરોના મૃતકોને સહાય અપાશે; રાજ્ય સરકાર SDRF ફંડમાંથી ચૂકવશે, વારસદારના ખાતામાં જમા થશે

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અરજીના 30 દિવસમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી સહાય ચૂકવવા જિલ્લા કલેક્ટરોને આદેશ

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નક્કી કર્યું છે કે કોવિડથી થયેલાં મૃત્યુના કિસ્સામાં ચૂકવાનારી 50 હજાર રૂપિયાની સહાય તેવાં તમામ કિસ્સામાં અપાશે, જેમાં મૃત્યુ કોવિડ મહામારી જાહેર થઇ તે દિવસથી માંડીને જ્યાં સુધી આ મહામારી નાબૂદ થયેલી ઘોષિત કરવામાં આવે ત્યાં સુધી ચૂકવાશે. આ માટે રાજ્ય સરકાર તરફથી એક વિધિવત્ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં સરકારે મૃત્યુ સહાયની કામગીરી સંદર્ભે તમામ જિલ્લા કલેક્ટરોને અધિકૃત કર્યાં છે. આરોગ્ય વિભાગે બહાર પાડેલાં આ ઠરાવ અનુસાર તમામ જિલ્લા કલેક્ટરોએ કોવિડમાં મૃત્યુ પામેલી વ્યક્તિના વારસદારોએ કરેલી અરજીના 30 દિવસની અંદર તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તેની ત્વરિત સહાય ચૂકવવાની રહેશે. સરકાર આ ફંડ એસડીઆરએફફંડમાંથી ચૂકવશે.

આ માટે મૃતકના વારસદારે કલેક્ટરને જે અરજી કરવાની રહે છે તેમાં મૃત્યુના કારણ દર્શાવતા પ્રમાણપત્ર ઉપરાંત મૃતક અને વારસદારની વિગતો સાથે એક સોગંદનામું જોડવાનું રહેશે. આ સોગંદનામામાં મૃતકના વારસદાર તરીકે એક કરતાં વધુ વ્યક્તિ હોય તો તેવો ઉલ્લેખ કરવાનો રહેશે કે તમામ વારસદારો કોઇ એક વારસદારના નામે સહાયની રકમ જમા થાય તે સાથે સહમત છે. આ માટે વારસદારને પોતાના આઇએફએસસી કોડ ધરાવતી બેંકના ખાતાની વિગતો પણ આપવાની રહેશે.

રાજ્ય સરકારની પાસે ઉપલબ્ધ નાણાંમાંથી જ સહાય મળશે
કેન્દ્ર સરકાર વખતો વખત કુદરતી કે માનવસર્જિત આફતો માટે રાજ્ય સરકારને એનડીએમએમાંથી એસડીઆરએફ ફંડમાં નાણાં ચૂકવતી રહે છે. જે રાજ્ય સરકાર આફતો વખતે અસરગ્રસ્ત લોકોને નિયમ મુજબ સહાયરૂપે ચૂકવે છે. આથી રાજ્ય સરકાર ત્વરિત જ પોતાની પાસે ઉપલબ્ધ નાણાંમાંથી આ સહાય ચૂકવશે, જેથી કેન્દ્ર સરકાર તરફથી અલગથી નાણાં પ્રાપ્ત થાય તે માટેની રાહ જોવાની રહેશે નહીં. આ પદ્ધતિને કારણે સમયનો બચાવ થશે અને ઝડપથી મૃતકોના વારસદારને નાણાં ચૂકવાઇ જશે.

અન્ય સમાચારો પણ છે...