તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કલોલના વાંસજડા ગામથી પોલીસે ખાખરાનાં ઝાડ નીચેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપી પાડ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂ. 93 હજાર 410નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

કલોલ તાલુકાના વાંસજડા ગામે ખરાબાની જમીનમાં ખાખરાનાં ઝાડ નીચે સંતાડેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની 377 નંગ બોટલોનાં જથ્થા સાથે સાંતેજ પોલીસે પૂર્વ બાતમીના આધારે 23 વર્ષીય રીઢા બુટલેગરને ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ તાલુકાના સાંતેજ પોલીસ મથકની હદમાં શ્રાવણ માસ દરમિયાન ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ પર અંકુશ મેળવવા ઇન્સ્પેકટર એલ.એચ. મસાણીએ સ્ટાફના માણસોને ચાંપતી નજર રાખવાની સૂચનાઓ આપવામાં આવેલી હતી. જે અન્વયે સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે વાંસજડા ગામના હૂડકોમાં રહેતા પુનાજી ઉર્ફે ડેગો કાંતિજી ઠાકોર તેના ઘરની ખરાબાની જમીનની જગ્યાએ ખાખરાના ઝાડ નીચે છે. કંથેરનાં ઝારાના ઓથાર હેઠળ બેઠક બનાવી વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે.

પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતાં ઘરના વાળાની અંદર જુનું છાપરું મળી આવ્યું હતું. તે છાપરાની આજુબાજુ તેમજ વાળાની અંદર ખાખરાના ઝાડ નીચે કંથેરાના ઝારા ફરતે કંથેરાના ડાળાં ગોઠવેલા હતા. જે ડાળાં હટાવતા ઝારાની બેઠક બનાવેલી જોવા મળી હતી. તેમજ વિમલ પાન મસાલાનાં થેલા ભરેલા મળી આવ્યા હતા.

વિમલનાં થેલાની આડમાં ખાખી બોક્સમાં ગોઠવેલી જુદી-જુદી બ્રાન્ડની બીયર અને વિસ્કી ફુલ 377 બોટલોનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. જેથી પોલીસે 23 વર્ષીય પુનાજીની ધરપકડ કરી કુલ રૂ. 93 હજાર 410નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...