• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • From Gandhinagar, The Union Home Minister Said That Citizens Do Not Have To Rush To The Offices For Their Queries, The Queries Will Be Resolved In Three Days.

અમિત શાહે વિકાસ કામોની ભેટ આપી:ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું- નાગરિકોને પોતાના પ્રશ્નો માટે કચેરીઓ સુધી ધક્કા ખાવા નહીં પડે, ત્રણ દિવસમાં પ્રશ્નોનો ઉકેલ આવી જશે

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
  • એક જ દિવસમા એક સાથે રૂપિયા 279 કરોડથી વધુના વિકાસ કામોની ગાંધીનગરને કેન્દ્રીય ગૃહમંત્રીએ ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. ત્યારે તેઓના હસ્તે ગાંધીનગર શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના નવા ગ્રામ્ય વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા તથા ગટરના પાણીના શુદ્ધિકરણ અને નિકાલ કરવાના અંદાજીત રૂપિયા 193 કરોડના 15 કામોનું ખાતમુહૂર્ત તેમજ 134 આવાસોનો ડ્રો ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીના હસ્તે આજે કરવામાં આવ્યો હતો.

સરકાર જ સામેથી યોજનાઓ લઈને નાગરિકો સુધી પહોંચે છેઃ અમિત શાહ
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે એવી શાસન પદ્ધતિ ઊભી કરી છે કે, નાગરિકોએ માંગણી માટે સરકાર પાસે આવવું ન પડે, સરકાર જ સામેથી યોજનાઓ લઈને નાગરિકો સુધી પહોંચે છે. સરકાર અને સમાજનું સામંજસ્ય જ આદર્શ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે.
સમાજની સમસ્યાઓને સંગઠનના લોકો સરકાર સુધી પહોંચાડે છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી
​​​​​​​ગાંધીનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે અને લગભગ તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે ત્યારે ગાંધીનગરના તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શરૂ થઈ રહ્યા છે એમ જણાવીને અમિત શાહે કહ્યું હતું કે, ગાંધીનગરના નાગરિકોને પોતાના પ્રશ્નો માટે કચેરીઓ સુધી ધક્કા ખાવાની જરૂર નહીં પડે. નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ ત્રણ દિવસમા આવી જશે. સંગઠનની ક્ષમતાના આધારે નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં સરકારની યોજનાઓ સંગઠનના લોકો સમાજ સુધી લઇ જાય છે અને સમાજની સમસ્યાઓને સંગઠનના લોકો સરકાર સુધી પહોંચાડે છે.

અનેક યોજનાઓના લાભો લોકો સુધી પહોંચ્યા છેઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું હતું કે, અગાઉની સરકારોએ 'ગરીબી હટાવો'ના માત્ર નારા આપ્યા, પરંતુ ગરીબી હટી નથી શકી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ વર્ષમાં દરેકના ઘર સુધી અનેક સરકારી યોજનાઓના લાભો પહોંચાડ્યા છે. ગેસનો ચૂલો ઘરે ઘરે પહોંચ્યો છે. ગરીબો અને જરૂરીયાતમંદ નાગરિકોના બેંકના ખાતાઓ ખુલ્યા છે, વીજળીકરણ, શૌચાલય પછી હવે હર ઘર પીવાનું પાણી પહોંચી રહ્યું છે. સમગ્ર ભારતમાં 60 કરોડ જેટલા લોકોને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહી છે. આવી અનેક યોજનાઓના લાભો લોકો સુધી પહોંચ્યા છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વસ્પર્શી વિકાસ અને સર્વ સમાવેશક વિકાસ કર્યો છે. ગામ હોય, શહેર હોય કે વન વિસ્તારમાં રહેતા ગ્રામીણ નાગરિકો, મહાનગરપાલિકા હોય કે મ્યુનિસિપાલિટી હોય સૌને સમાન સુવિધાઓ પહોંચી છે. પ્રધાનમંત્રીના વિકાસના આ ગુજરાત મોડેલની દેશભરમાં ચર્ચા થઈ અને એટલે જ સમગ્ર દેશવાસીઓએ દેશનું શાસન નરેન્દ્ર મોદીના હાથમાં સોંપ્યું.

ઘરનું ઘર મેળવનારા નાગરિકોને અભિનંદન પાઠવ્યાં
​​​​​​​ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા એલઆઈજી અને એમઆઈજી યોજનાઓના 134 આવાસોના ડ્રો મા ઘરનું ઘર મેળવનારા નાગરિકોને તેમણે અભિનંદન પાઠવીને શુભકામનાઓ પાઠવતા તેમણે કહ્યું હતું કે, આ ઘરમાં વસવાટ દરમિયાન તમારા તમામ સંકટો સમાપ્ત થઈ જાય અને સૌ સુખી રહો એવી અમારી શુભકામનાઓ છે.
​​​​​​​કરોડોના કામોના ખાતમૂહર્ત કરવામા આવ્યાં
​​​​​​​કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર અને ગાંધીનગર સંસદીય મતક્ષેત્રને રૂ. 193 કરોડના ખાતમૂહર્ત તથા રૂ. 85.18 કરોડના લોકાર્પણ મળી એક જ દિવસમાં 279 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી. તેમજ ગુડા દ્વારા રૂ. 13.18 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 134 આવાસોની ફાળવણી ડ્રો દ્વારા કરી હતી. ગાંધીનગર મહાનગર પાલિકામાં નવા સમાવાયેલા સુઘડ, ભાટ, કોટેશ્વર, અમિયાપૂર, ખોરજ અને ઝૂંડાલમાં ડ્રેનેજ વ્યવસ્થા, વોટર સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સ્યુએઝ નેટવર્કના કુલ રૂ. 193 કરોડના કામોના ખાતમૂહર્ત કરવામા આવ્યાં છે.

પોતાના સંસદીય મતવિસ્તારને દેશનો શ્રેષ્ઠ મતવિસ્તાર બનાવવાની નેમ કરી
​​​​​​​કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરને દેશનો શ્રેષ્ઠ સંસદીય મતવિસ્તાર બનાવવાની નેમ સાથે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાત વિધાનસભા ક્ષેત્રોમાં વિવિધ વિકાસ કામો નાગરિકોની સેવાઓ માટે ખુલ્લા મૂકયા છે. જેમાં ઘાટલોડિયા વિસ્તારમાં રૂપિયા 1984 કરોડના કામો, નારણપુરા વિસ્તારમાં રૂપિયા 1300 કરોડના, વેજલપુર વિસ્તારમાં રૂપિયા 561 કરોડના, સાબરમતી વિસ્તારમાં રૂ.634, સાણંદમાં રૂપિયા 788 કરોડના, કલોલમાં રૂપિયા 493 કરોડના તથા ગાંધીનગર ઉત્તરમાં રૂ. 2857 કરોડના વિવિધ વિકાસકામોના લાભો નાગરિકોને પહોચાડવા બદલ તેમણે ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...