ગાંધીનગર કોરોના LIVE:જિલ્લામાં કોરોનાના નવા 195 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 850 થઈ, અનેક વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ બન્યાં

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17 હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપશે
  • શહેરમાં 131 અને ગ્રામ્યમાં 64 કેસ સામે આવ્યાં
  • શહેર અને ગ્રામ્યમાં 9 માસથી માંડીને 30 વર્ષની વય ધરાવતા 74 લોકો સંક્રમણનો ભોગ બન્યા

રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો સોમવાર 10મી જાન્યુઆરીથી પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવ્યો છે.

રાજયના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના નવા 131 તેમજ ગ્રામ્યમાં 64 કેસ મળીને કુલ 195 કેસ સામે આવ્યાં છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 580 થઈ છે. ગઈકાલે રવિવારે પણ જિલ્લામાં 205 લોકો કોરોના સંક્રમિત થયા હતાં. આમ છેલ્લા 10 દિવસમાં જિલ્લામાં કોરોનાનો આંકડો 894 સુધી પહોંચ્યો છે.

ગાંધીનગરમાં આજે પણ કોરોનાએ કહેર યથાવત રાખી કોર્પોરેશન વિસ્તારમાં 131 લોકોને સંક્રમિત કર્યા છે. જેમાં 13 થી 30 વય જુથના 48 યુવાધનનો સમાવેશ થાય છે. જે પૈકી 13 વર્ષનો યુવાન 1 વિદ્યાર્થી, 16 વર્ષનો એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની, 17 વર્ષનો વિદ્યાર્થી, 18 વર્ષના 3 વિદ્યાર્થી, 19 વર્ષના 3 વિદ્યાર્થી, 20 વર્ષના 3 યુવાન અને 1 યુવતી, 21 વર્ષના 4 યુવાન અને 2 યુવતી, 22 વર્ષનો 1 યુવાન અને 1 યુવતી, 23 વર્ષના 3 યુવાન અને 1 યુવતી, 24 વર્ષનો 1 યુવાન, 25 વર્ષનો 1 યુવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. ઉપરાંત 26 વર્ષના 2 યુવાન અને 1 યુવતી, 27 વર્ષનો એક યુવાન અને 2 યુવતી, 28 વર્ષના 2 યુવાન અને 3 યુવતી, 29 વર્ષના 3 યુવાન અને 30 વર્ષના 2 યુવાન અને 1 યુવતી પણ કોરોના સંક્રમિત થયા છે. આમ મનપા વિસ્તારમાં 131 કોરોના પોઝિટિવ દર્દીઓમાં 13 થી 30 વયના કુલ 48 લોકો કોરોનાનો છેલ્લા 24 કલાકમાં શિકાર બની ચૂક્યા છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના 64 કેસ નોંધાયા છે. જેમાં 30 વર્ષ સુધીનાં 26 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેની વિગત વાર વાત કરીએ તો 9 માસની 1 બાળકી, 2 વર્ષનો 1 બાળક, 10 વર્ષની 1 વિદ્યાર્થિની, 11 વર્ષની 1 વિદ્યાર્થિની, 12 વર્ષનો 1 વિદ્યાર્થી, 13 વર્ષના 3 વિદ્યાર્થીઓ, 14 વર્ષના 2 વિદ્યાર્થી અને 1 વિદ્યાર્થિની, 16 વર્ષનો 1 વિદ્યાર્થી તેમજ 1 વિદ્યાર્થિની, 17 વર્ષની 2 વિદ્યાર્થીની, 18 વર્ષનો વિદ્યાર્થી, 19 વર્ષનો 1 યુવાન, 20 વર્ષની 2 યુવતી, 23 વર્ષની 1 યુવતી, 26 વર્ષનો 1 યુવાન અને 1 યુવતી તેમજ 29 વર્ષનો 1 યુવાન અને 3 યુવતી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આમ શહેર - ગ્રામ્યમાં 9 માસથી માંડીને 30 વર્ષની વય ધરાવતા 74 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-29 ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્યભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપવાના છે.

મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહાનગર પાલિકાના પદાધિકારીઓ વગેરે પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...