તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોડકા પકડાઇ:ગાંધીનગરનાં પાંચ યુવાનો રાજસ્થાનથી ગાડીમાં વોડકાની બોટલો લઈ આવ્યા, સેકટર 30નાં સર્કલે પોલીસના હાથે ઝડપાયા

ગાંધીનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિદેશી દારૂની 10 બોટલો મળીને કુલ રૂ.ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

રાજસ્થાનના ડુંગરપુર ખાતે મોજ-મસ્તી કરવા ગયેલા ગાંધીનગરના ચાર ઈસમો કારમાં વિદેશી દારૂની 10 બોટલો લઈને પરત આવી રહ્યાં હતા. તે દરમિયાન ગાંધીનગર ના સેક્ટર 30 સર્કલ પાસે પૂર્વ બાતમીના આધારે સેક્ટર 21 પોલીસના હાથે આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી રૂ.2920 ની કિંમતની 10 બોટલો તેમજ કાર મળીને કુલ રૂપિયા ત્રણ લાખ બે હજાર નવસો વિસનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરના સેક્ટર 25 સૂર્યનારાયણ સોસાયટી મકાન નંબર 202/1 માં રહેતાં ઇન્દ્રસિંહ રજુજી ગોલ તેમજ રાકેશ મેલાજી ઠાકોર, કરણ મોહબ્બતજી ઠાકોર, અલ્પેશ ભરતજી ઠાકોર અને સંજય ભલાજી ઠાકોર (તમામ રહે, સેક્ટર 15 ફતેપુરા) કોરોના કાળમાં પણ મારુતિ સુઝુકી ઇગનીશ ગાડી GJ18BJ8261 લઈને રાજસ્થાનના ડુંગરપુર ગામે ફરવા માટે ગયા હતા. રાજસ્થાન ખાતે મોજ-મસ્તી કર્યા બાદ ઉપરોક્ત પાંચેય ઈસમો ગાંધીનગર પરત આવવા માટે ગાડી લઈને નીકળ્યા હતા. તે દરમિયાન તેઓએ ગાંધીનગર આવીને દારૂ પીવા માટે રસ્તામાંથી ઓરેન્જ હિલ વોડકાની 10 બોટલો ખરીદી લીધી હતી.

રાજસ્થાન બોર્ડર ક્રોસ કરી ગાંધીનગર આવ્યાં અને પોલીસે ઝડપી લીધાં

રાજસ્થાનથી વિદેશી દારૂની બોટલો ભરીને ગાંધીનગર પરત આવવા નીકળેલા પાંચેય ઇસમો એક પણ બોર્ડર પર પોલીસના હાથે ઝડપાયા ન હતા. ત્યારે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ પ્રદિપસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને બાતમી મળી હતી કે ચિલોડાથી સેક્ટર 30 ના સર્કલ તરફથી ઉપરોક્ત નંબરની સિલ્વર કલરની કારમાં ચારથી પાંચ લોકો ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરીને શહેરમાં પ્રવેશવાના છે. જેના પગલે સેક્ટર 21 પોલીસની ટીમ બાતમી વાળી જગ્યાએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને ઉપરોક્ત કારને કોર્ડન કરીને અટકાવી દીધી હતી.

બાદમાં ગાડીની તલાશી લેતા ગાડીમાં ડ્રાઇવરની બાજુમાં આગળની ખાલી સાઈડમાં સીટની આગળ પગ મૂકવાની જગ્યાએથી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાં રાજસ્થાની ઓરેન્જ હિલ વોડકાની દસ નંગ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ઉપરોક્ત પાંચે ઈસમોની ધરપકડ કરી વિદેશી દારૂની બોટલો તેમજ કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ બે હજાર નવસો વિસનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરીને પોલીસના હાથે નહીં ઝડપાયેલા પાંચેય ઇસમોને ગાંધીનગરમાં પણ આસાનીથી પ્રવેશ મળી જશે તેવી તેમની આશા મનમાં ને મનમાં રહી ગઈ હતી.

292 રૂપિયાની નજીવી કિંમતની બોટલ ગાંધીનગરમાં 1200 રૂપિયે વેચાય છે

ઉપરોક્ત ઈસમો પાસેથી ઝડપી લેવામાં આવેલી ઓરેન્જ હિલ વોડકા ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ 750 એમએલની બોટલની ઉપર રૂપિયા 292 કિંમત લખેલી હોય છે. જે બોટલ ગાંધીનગરમાં 1000 થી 1200 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતા પીવાના શોખીનો પણ ઓરેન્જ ફ્લેવરની વોડકા તરફ આકર્ષિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો