આદેશ:મિત્ર પાસેથી રૂ. 20 લાખ ઉછીના લઇ પરત ન કરનારાને એક વર્ષની કેદ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ગાંધીનગરમાં રહેતા બે મિત્રો એક બીજાને ઓળખતા હોવાથી એક મિત્રએ બીજા મિત્ર પાસે 20 લાખ રુપિયા હાથ ઉછીના માગ્યા હતા. જ્યારે નાણાં પરત માગવામાં આવતા નાણાં લેનાર મિત્રએ ચેક આપ્યો હતો, જે ઓછા બેલેન્સના કારણે બેંકમાંથી પરત ફર્યો હતો. પરિણામે મિત્રએ કોર્ટમાં કેસ કરવામાં આવતા કોર્ટે નાણાં પરત નહિ કરનાર આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. મળતી માહિતી મુજબ જયેશ દશરથલાલ ભટ્ટ (રહે, સેક્ટર 8) અને સેક્ટર 19માં રહેતા પ્રિતેશ વિનોદચંદ્ર જોશી એક બીજાને ઓળખતા હતા. જેથી પ્રિતેશ જોશીને નાણાંની જરૂરિયાત ઉભી થતા જયેશ ભટ્ટ પાસે હાથ ઉછીના 20 લાખ રુપિયા વર્ષ 2016માં માગ્યા હતા.

જેમાં જયેશે નાણાં આપ્યા હતા. જ્યારે વાયદા મુજબ નાણાં પરત માગવામાં આવતા પ્રિતેશે 20 લાખ રુપિયાનો સેક્ટર 26 એચડીએફસી બેંકનો ચેક આપ્યો હતો. જેને જમા કરાવતા ચેક ખાતામાં ઓછુ બેંલેન્સ હોવાના કારણે પરત ફર્યો હતો. 20 લાખ રુપિયાની રકમ પરત નહિ કરતા જયેશ ભટ્ટ દ્વારા તેમના વકીલ એચ.બી. રાવલ મારફતે ડીમાન્ડ નોટીસ મોકલાવી હતી. તેમ છતા તેનો કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો અને નાણાં પણ પરત કરવાનુ વિચારવામાં આવતુ ન હતુ. જેથી વકીલ મારફતે આરોપી પ્રિતેશ સામે કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...