નિર્ણય:રાજ્યમાં 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર-થૂંકનારને 500 રૂપિયાનો દંડ, અમૂલ પાર્લર પરથી 2 રૂપિયામાં માસ્ક મળશે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર 2 રૂપિયામાં સાદા માસ્ક મળશે

1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.

હાલમાં 200 તેમજ 500 એમ અલગ-અલગ દંડ વસૂલાય છે
હાલમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકવા પર 200 તેમજ 500 એમ અલગ-અલગ દંડ વસૂલવામાં આવે છે. પરંતુ સરકારના નિર્ણય બાદ હવે 1 ઓગસ્ટથી રાજ્યભરમાં એકસરખો જ દંડ વસૂલવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીએ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.

હવે અમૂલ પાર્લર પર 5 રૂપિયાની જગ્યાએ માત્ર 2 રૂપિયામાં માસ્ક મળશે
કોરોના વાઈરસથી બચવા માટે જાહેરમાં નીકળતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર માસ્કના કાળાબજારો પણ ચાલતા હોય છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે નાગરિકોને સસ્તામાં માસ્ક મળી રહે તે માટે અમૂલ પાર્લર પર માસ્કનું વેચાણ શરૂ કરાવ્યું હતું. જ્યાં 5 રૂપિયાનું સાદુ માસ્ક તેમજ 65 રૂપિયામાં N95 માસ્કનું વેચાણ કરવામાં આવે છે. જોકે હવે અમૂલ પાર્લર પરથી રૂપિયા 10માં 5 માસ્કનું પેકેટ મળશે. એટલે કે હવે એક યુઝ એન્ડ થ્રો માસ્કની કિંમત માત્ર રૂપિયા રાખવામાં આવી છે. રાજ્યમાં તમામ લોકો માસ્ક ખરીદી શકે તે માટે સરકારે તેના ભાવમાં ઘટાડો કર્યો છે.

અમદાવાદમાં કોર્પોરેશન અને પોલીસનો અલગ-અલગ દંડ
હાલમાં અમદાવાદી માસ્ક પહેર્યા વિના બહાર નિકળ્યો અને પોલીસના હાથે ઝડપાયો તો 200 રૂપિયાનો દંડ લેવાય છે. પરંતુ જો કોર્પોરેશનના અધિકારીના હાથે ઝડપાયા તો સીધો 500 રૂપિયાનો દંડ ભરવો પડે છે. મજાની વાત તો એ છે કે કોઈ વ્યક્તિ માસ્ક વિના બહાર નીકળે અને પોલીસ રૂ. 200નો દંડ કરે અને પછી તે વ્યક્તિ આગળ જાય ત્યાં કોર્પોરેશનના અધિકારી પકડે તો રૂ. 500નો દંડ અલગથી ભરવો પડે છે. મ્યુનિ. અને પોલીસ એકબીજાને આપેલા દંડની રસીદ નથી ચલાવતા. દિવસમાં જેટલી વાર માસ્ક વિના પકડાય તેટલી વાર જે-તે સત્તાવાળાને દંડ આપવો પડશે. જોકે સરકારના નવા નિર્ણય બાદ હવે 1 ઓગસ્ટથી રાજ્યભરમાં એકસરખો જ દંડ વસૂલવામાં આવશે.

જાહેરમાં માસ્ક ન પહેરવા તેમજ થૂંકવા પર કયા રાજ્યમાં કેટલો દંડ

રાજ્યદંડ
ઝારખંડરૂ.1 લાખ
કેરળરૂ. 2,000થી રૂ.10,000
દિલ્હીરૂ.500થી રૂ.1000
મહારાષ્ટ્રરૂ.500થી રૂ.1000
ગુજરાતરૂ.500
પ.બંગાળરૂ.50
અન્ય સમાચારો પણ છે...