આયોજન:23થી 25 મે સુધી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો વધ ઘટનો બદલી કેમ્પ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બદલી કેમ્પ કોબાવાલા હાઇસ્કુલમાં યોજવામાં આવશે
  • ​​​​​​​ગેરહાજર કિસ્સામાં ​​​​​​​તેના વિભાગ કે વિષયની ખાલી જગ્યા ઉપર નિયત કરેલા નિયમોનુસાર આદેશ કરવામાં આવશે

શિક્ષણ વિભાગના આદેશને પગલે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો વધ-ઘટનો બદલી કેમ્પ આગામી તારીખ 23મીથી તારીખ 25મી સુધી યોજવામાં આવશે. વધ ઘટ બદલીનો કેમ્પ મધુરી મનસુખલાલ વસા. હાઇસ્કુલ કોબા પાટીયા ખાતે યોજવામાં આવશે.

રાજ્યના પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રમાં શિક્ષકોની ઘટ અને વધનો પ્રશ્ન ઉભો થાય નહી તે માટે વધ-ઘટની બદલીનો કેમ્પ યોજવા રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જેને પરિણામે ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે વઘ-ઘટના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-1થી 5ના શિક્ષકોનો વધ ઘટનો કેમ્પ તારીખ 23મી, મે-2022ના રોજ સવારે 8થી 9 કલાક કલોલ, સવારે 9થી 10 ગાંધીનગર, સવારે 10થી 11 કલાક માણસા અને સવારે 11થી દહેગામ તાલુકાના શિક્ષકો માટે યોજાશે.

જ્યારે ધોરણ-1થી 5નો જિલ્લાનો જનરલ કેમ્પ તારીખ 24મી, મે-2022ના રોજ સવારે 8 કલાકે શરૂ થશે. ઉપરાંત ધોરણ-6થી 8ના શિક્ષકો માટેનો તમામ તાલુકાનો આંતરિક કેમ્પ તારીખ 25મી, મે-2022ના રોજ સવારે 8 કલાકે શરૂ થશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.

વધ બદલી કેમ્પમાં વિદ્યાસહાયક કે શિક્ષકોએ કેમ્પમાં ફરજીયાત હાજર રહીને સ્થળની પસંદગી કરવાની રહેશે. ગેરહાજર કિસ્સામાં તેના વિભાગ કે વિષયની ખાલી જગ્યા ઉપર નિયત કરેલા નિયમોનુસાર આદેશ કરાશે. વધ થતા શિક્ષકોએ પોતાની અરજી સાથે જરૂરી આધાર પુરાવા સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આગામી તારીખ 18મી, બુધવાર, બપોરે 12 કલાક સુધીમાં અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...