તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:વિરોધથી ડરી ગયેલી કોંગ્રેસે ઉમેદવારોને ફોન પર જાણ કરી ફોર્મ ભરવાનું કહી દીધું!

ગાંધીનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, નેતાઓની આંતરિક ખેંચતાણ ચરમસીમાએ

ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ એટલા જૂથ હોવાની વાત કોઈ નવી નથી. જેને પગલે વિરોધ પ્રદર્શનથી લઈને કાર્યક્રમમોમાં નેતાઓનો આ જૂથવાદ અને અહમ ઉડીને આંખે વળગતો હોય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઉમેદવારો મુદ્દે કોંગ્રેસને નેતાઓની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હતી. જેના પગલે વિરોધના ડરથી ગાંધીનગર જિલ્લામાં ઉમેદવારોની યાદી શુક્રવાર રાત સુધી તો જાહેર થઈ ન હતી. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાને પગલે નક્કી થયેલા ઉમેવદારોને ફોન પર જ ટિકિટ કન્ફર્મ થઈ હોવાનું કહીં દેવાયું હતું.

જેને પગલે આજે ફોર્મ ભરવામાં માટે તેઓને સમય મળે અને વિરોધીઓને વિરોધ કરવા માટે ઓછો સમય મળે. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીએ અનેક જિલ્લામાં ઉમેદવારોની જાહેરાત કરી હતી પરંતુ ગાંધીનગરમાં ઉમેદવારો જાહેર થયા ન હતા. બીજી તરફ અનેક ઉમેદવારોએ પોતાની ટિકિટ નક્કી હોવાનું કહીંને પોતાના વિસ્તારમાં જાહેરાતો પણ કરી દીધી છે. ટિકિટ ફાળવણીમાં કોંગ્રેસના ત્રણ નેતાઓની મનમાની ચાલી હોવાની ચર્ચા કોંગ્રેસમાં છે.

છાલા બેઠક જિલ્લા પંચાયત પ્રમુખના પતિ અને સાદરા બેઠક પર પ્રાંતિયાના અરવિંદસિંહની ટિકિટ કન્ફર્મ કરવા બહુ ખેંચતાણ થઈ હતી. કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત સમયે થયેલા વિરોધને ટાળવા માટે યાદી ભલે જાહેર કરી ન હોય પરંતુ વિરોધનું ખરુ રાજકારણ હવે શરૂ થશે તે નક્કી છે. જેમાં ન ગમતા ઉમેદવારોને જીતાડવા કરતાં પક્ષના કાર્યકરો હરાવા માટે સક્રિય થાય તો નવાય નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો