હુમલો:યુવક પર મિત્રનો હુમલો, માથામાં 6 ટાંકા આવ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પેથાપુરના યુવકની સે-21 પોલીસમાં ફરિયાદ, 2 સામે ગુનો નોંધાયો

જીઈબી કોલોની અંદર આવેલા પેથાપુર ગામ તરફ જવાના ગેટ પાસે યુવક પર હુમલાની ઘટના બની છે. પેથાપુર પોલીસ લાઈનમાં રહેતાં રાજવીરસિંહ દિલીપસિંહ રાણા (20 વર્ષ)એ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શનિવારે સાંજે યુવક અમદાવાદ ખાલે ક્લાસીસમાં ગયો હતો. આ સમયે તેના પર તેના મિત્ર રવિરાજસિંહ પઢીયાર (રહે-જૈન દેરાસરની બાજુમાં, પેથાપુર)નો ફોન આવ્યો હતો. ક્લાસ ચાલતા હોવાથી યુવકે ફોન ઉપાડ્યો ન હતો, જે બાદ પણ બે-ત્રણ વાર પોન આવ્યા હતા. ક્લાસ પુરા થતા યુવકે મિત્ર રવિરાજને ફોન કર્યો હતો.

જેમાં રવિરાજે ‘તું મારો ફોન કેમ ઉપાડતો નથી’ કહીં ગાળો બોલી હતી. જેથી રાજવીરે ગાળો બોલવાની ના પાડતા રવિવારે જોઈ લેવાની ધમકી આપી ફોન કટ કર્યો હતો. રાત્રે રાજવીર જમીને ઘરે બેઠો હતો ત્યારે રવિરાજનો ફોન આવતા તે જીઈબી કોલોની અંદર મેદાન પાસે ગયો હતો. આ સમયે રવિરાજે ‘તું મારો ફોન કેમ નથી ઉપડાતો, દાદાગીરી કેમ કરે છે’ કહીં બે લાફા ઝીંકી દીધા હતા. બાદ રવિરાજ અને તેની સાથે આવેલો અન્ય એક યુવકે મળીને રાજવીરને મારવા લાગ્યા હતા.

જેમાં રવિરાજના મિત્રના હાથમાં રહેલું કડું માથામાં વાગતા રાજવીર નીચે પડી ગયો હતો. જેને પગલે જતાં-જતાં બંને મારી નાખવાની ધમકી આપતા હતા. રાજવીરને તેના અન્ય એક મિત્રએ ગાંધીનગર સિવિલ ખસેડતા ત્યાં ડોક્ટરે તેના માથા પર 6 ટાંકા લીધા હતા. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેણે રવિરાજસિંહ પઢીયાર અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...