તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સિવિલમાં પોલીસ ખડકાઈ, નજરકેદ તબીબ મુક્ત

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીએમઇઆરએસના પૂર્વ પ્રમુખ ડો. ગૌરીશંકરને 4 કલાકે નજરકેદમાંથી  મુક્ત કરાયા - Divya Bhaskar
જીએમઇઆરએસના પૂર્વ પ્રમુખ ડો. ગૌરીશંકરને 4 કલાકે નજરકેદમાંથી મુક્ત કરાયા
  • તબીબોની હડતાળના પગલે કોરોનાના ઈમરજન્સી દર્દીઓને જ દાખલ કરાશે, તેવી નોટિસ લગાવાઈ
  • મોડી રાત્રે તબીબોના 2 અને નર્સિંગ સ્ટાફના 1 મળી કુલ 3 પ્રતિનિધિને ગૃહમંત્રી જાડેજાએ બંગલે મળવા બોલાવ્યા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના જીએમઇઆરએસના તબીબો અને નર્સિંગ સ્ટાફની હડતાળને પગલે કોવિડના દર્દીઓ માટે દરવાજા બંધ કરી દીધા છે. માત્ર ઇમરજન્સી દર્દીઓને જ દાખલ કરવામાં આવશે તેવા હોસ્પિટલના વોર્ડમાં સ્ટીકર લગાવવામાં આવ્યા છે. દરમિયાન મોડી સાંજે DySP એમ.કે રાણા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસની 12 ગાડીઓનો કાફલો સિવિલમાં ખડકી દેવાયો હતો.હડતાળમાં જોડાયેલા જીએમઇઆરએસના પૂર્વ પ્રમુખ ડો.ગૌરીશંકરને સાંજે 6 વાગ્યે નજરકેદ કરાયાં બાદ 4 કલાક પછી મુક્ત કરી દેવાયા હતા.

તબીબોના પ્રશ્ને ચર્ચા કરવા માટે તબીબોના 2 તથા નર્સિંગ સ્ટાફના 1 મળી કુલ 3 પ્રતિનિધિ મોડી રાત્રે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના બંગલે પહોંચ્યા છે. મોડી રાત્ર સુધી ચર્ચા ચાલે તેવી શક્યતા છે. અને પ્રતિનિધિઓ પરત ન આવે ત્યાં સુધી તબીબો અને નર્સિંગ સ્ટાફ સિવિલ કેમ્પસ નહીં છોડે તેવી ચર્ચા ચાલી રહી છે. હડતાળના બીજા દિવસે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 80 તબીબો અને 375 નર્સિંગ સ્ટાફ હડતાળ ઉપર બેઠા છે. ત્યારે તેની સીધી અસર કોવિડની સારવાર લઇ રહેલા દર્દીઓ ઉપર પડી રહી છે.

જોકે હડતાળને પગલે 600 બેડની કેપેસીટીવાળી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં માત્ર 350 કોવિડના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 250 બેડ ખાલી રહેવા પામ્યા છે. જીએમઇઆરએસના તબીબ અને નર્સિંગ સ્ટાફની હડતાળને પગલે કોવિડના દર્દીઓ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા બંધ થઇ ગયા હોય તેમ ઇમરજન્સી દર્દીઓને દાખલ કરાશે તેવા સ્ટીકર વોર્ડમાં લગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...