મફત ભોજનની શરૂઆત:સિવિલમાં મફત ભોજન અભિયાનનો પ્રારંભ થશે

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય મંત્રીના હસ્તે પ્રારંભ કરાવાશે

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર સારવાર લેતા દર્દીઓના સગાઓને મફત ભોજન આપવાની શરૂ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા મિલ્ક બેંકની સામેના બગીચામાં ઊભા કરાયેલા શેડમાં આ મફત ભોજનની શરૂઆત કરવામાં આવી છે.

ભોજનના આ આયોજનને લઈ દર્દીઓના સગાઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ભોજન માટે દોડાદોડીમાંથી દર્દીઓના સગાઓને મુક્તિ મળી છે. આ અભિયાનનો પ્રારંભ આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ હસ્તે બપોરે 2 વાગ્યેે કરવામાં આવશે. આ ઉપરાંત અમિત શાહ નારદીપુર તળાવનું લોકાર્પણ તથા વાસણ તળાવ અને કલોલ શહેરના વિવિધ કાર્યોનું ભૂમિપૂજન કરશે.

અન્ય સમાચારો પણ છે...