જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સુખાકારી જળવાય તે માટે જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા મફત આયુર્વેદ અને હોમિયોપેથીક કેમ્પનું આયોજન 19મી, મંગળવારે ઇટાદરા એમ.એમ.હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું છે. આરોગ્ય સેવાનો અને યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના લે તેમજ તેનાથી માહિતગાર બને તે માટે આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરાય છે. તેમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકાર સુરભી ગૌત્તમના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા મફત આયુર્વેદ અને હોમિયોપેથીક સારવાર અને નિદાન કેમ્પનું આયોજન 19મી, મંગળવાર સવારે 9-30થી 12-30 કલાક દરમિયાન એમ.એમ.પટેલ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું છે.
કેમ્પમાં મધુમેહ (ડાયાબિટીસ)ની સારવાર તેમજ દર્દીને આહાર વિહારનું માર્ગદર્શન અપાશે. સ્ત્રી રોગ વંધ્યત્વ, નિ:સંતાનપણુું, માસિકની સમસ્યા, સફેદ પાણીની સમસ્યા સારવાર, ચામડી, વાળ, સૌદર્યને લગતા રોગો જેમ કે વાળ ખરવા, ટાલ પડવી, વાળ સફેદ થવા, ચહેરા ઉપર દાગ, દાદર, ખરજવું જેવા રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. કેમ્પમાં પંચકર્મ સારવાર વિશે, પ્રકૃતિ પરીક્ષણ, વૃદ્ધાવસ્થાજન્ય સારવાર, સ્વસ્થ જીવનશૈલી અને યોગ અંગે માર્ગદર્શન અપાશે. વધુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા અમૃત પેય ઉકાળો, સંશમની વટી, આર્સેનિક આલ્બમ-30નું વિતરણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.