ભરતીના નામે છેતરપિંડી:3 IPSની ખોટી સહીઓથી નિમણૂક પત્રો આપી 48 યુવકો સાથે છેતરપિંડી; સુરતના યુવકની ગાંધીનગરમાં ફરિયાદ

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પોલીસમાં નોકરી અપાવવાના બહાને સુરતના યુવક સાથે સાડા ત્રણ લાખની છેતરપિંડી થઈ છે. ગાંધીનગરના 1, અમદાવાદ 3 અને રાજકોટના 1 મળી કુલ 5 શખ્સોએ આ પ્રકારે 48 જેટલા યુવકો સાથે છેતરપિંડી કરી હોવાના દાવા સાથે સમગ્ર મુદ્દે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગઠિયાઓ પૈસા લઈને સીધા બનાવટી નિમણૂકપત્ર અને આઈકાર્ડ આપી દીધું હતું. સમગ્ર મુદ્દે ગાંધીનગર એસઓજી પીઆઈ ડી. બી. વાળાએ તપાસ શરૂ કરી છે.

ફરિયાદ કરનાર યુવકે આ જ પ્રકારે 40 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો દાવો કર્યો છે, જેમાં સુરત, વડોદરાના યુવકો વધુ છે. હાલના તબક્કે ફરિયાદી યુવક અને વડોદરાના 2 યુવકો છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાથે આવ્યા છે ત્યારે આગમી સમયે સમગ્ર કૌભાંડમાં અન્ય વિસ્તારમાંથી લોકો બહાર આવે તેવી શક્યતા છે. સુરતના પ્રતાપ જાટે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ગાંધીનગરના કલ્પેશ પટેલ, મણિનગરના રાહુલ લલ્લુવાડિયા, ચાંદખેડાના મહેશ્વરી જગદીશભાઈ જાખરિયા, સેટેલાઇટની પૂજા જાદવ, રાજકોટના સિદ્ધાર્થ પાઠક સામે ગુનો નોંધાયો છે.

50 હજાર આપતા સીધો નિમણૂક પત્ર આપી દીધો
પ્રતાપના પિતા રામસિંગ ચૌહાણે પોતાના ઓળખીતા પૈસા લઈને પોલીસમાં ભરતી કરાવવાનું કામ કરતા હોવાની વાત કરી હતી, કૈલાસભાઈએ પુત્રની નોકરી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને 50 એડવાન્સ પૈસા તૈયાર કર્યા હતા. જે તેઓ રાજકોટના સિદ્ધાર્થ પાઠક નામના શખ્સને મોકલી આપ્યા હતા. તેમાં કોઈપણ પ્રકારના ફોર્મ ભર્યા વગર કે પ્રેક્ટિકલ વગર જ 21-10-2021ના રોજ યુવકને એક નિમણૂકનો ઓર્ડર આપી દેવાયો હતો.

IPS જ્ઞાનેન્દ્રસિંહ મલિકની ખોટી સહી હતી
ઓર્ડરમાં આઈપીએસ જ્ઞાનેન્દ્રસિંહ મલિક પોલીસ અધિક્ષક લોક રક્ષક ભરતી બોર્ડ વડોદરાના ખોટા સહી-િસક્કા કરેલા હતા. તેમાં અનાર્મ કોન્સ્ટેબલ તરીકે જૂનાગઢની નિમણૂકવાળો પત્ર હતો. જોકે સિદ્ધાર્થેં પોતે કહે પછી હાજર થવાનું અને બાકીના પૈસા મોકલી આપવા કહ્યું હતું, જેને પગલે યુવકના પિતાએ બીજા રૂપિયા 3 લાખ આપ્યા હતા.

અમદાવાદ પોલીસનું કાર્ડ બનાવી મોકલ્યું
હાજર થવા માટે કોઈ તારીખ મળતી ન હોવાથી કંટાળેલા યુવકે ફરી પૂછપરછ શરૂ કરી હતી, જેને પગલે યુવકને એલઆરડી રેન્કનું આઈકાર્ડ મોકલી આપ્યું હતું. તેમાં રવિ તેજા ડેપ્યુટી કમિશનર ઓફ ઝોન-5 અમદાવાદ સિટીની સહી હતી. સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાતા ગાંધીનગર પોલીસે રાજ્યવ્યાપી કૌભાંડની શંકાઅે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...