ઠગાઈ:એરફોર્સના કર્મીને ઇનામમાં બાઇક લાગ્યાનું કહી 8.24 લાખની છેતરપિંડી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 મહિનામાં ત્રીજો સૈનિક ઠગાઈનો ભોગ બન્યો, સાઇબર પોલીસમાં ફરિયાદ
  • એરફોર્સના સાર્જન્ટને ઇનામમા બાઇક લાગ્યુ હોવાનુ કહી એકાઉન્ટમાં રકમ નખાવી હતી

એરફોર્સમાં ફરજ બજાવતા સાર્જન્ટને ઇનામમા બાઇક લાગ્યુ હોવાનુ કહી એકાઉન્ટમાં નાણા નખાવી ગઠિયાઓએ ટૂકડે ટૂકડે 8.24 લાખનો ચૂનો લગાવતા સાઇબર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ 34 વર્ષિય ઓમપ્રકાશ ઉમેશપ્રસાદ અગ્રવાલ (રહે, વાયુશક્તિનગર, એરફોર્સ સ્ટેશન ગાંધીનગર. મૂળ રહે, જગન્નાથપુર, રાંચી) એરફોર્સમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવે છે.

ગત 25મીના રોજ તેમના મોબાઇલ ઉપર એક એસએમએસ આવ્યો હતો. જેમા જણાવ્યુ હતુ કે, તમને એક હીરો ગ્લેમર મોટર સાઇકલ અને 75 હજાર રૂપિયા જીત્યા છો. જેની વધુ માહિતી જોઇતી હોય તો આપેલા નંબર ઉપર ફોન કરવો. તે સમયે સાર્જન્ટે સામેથી આપેલા નંબર ઉપર ફોન કરવામા આવ્યો હતો. જેને લઇને એક શખ્સે જણાવ્યુ હતુ કે, મારા જીઓના સિનિયર ઓફિસરનો કોલ થોડીવારમા આવશે. ત્યારબાદ 5 મિનીટ પછી ફોન આવ્યો હતો અને તેની ઓળખ નિલકુમાર તરીકેની આપી હતી. ઇનામ બાબતે વાત કરતા અન્ય વ્યક્તિઓને પણ ઇનામ લાગ્યુ હોવાનુ જણાવી લાલચ આપી હતી. ત્યારે આ વ્યક્તિએ એડ્રેસ અને બેંકની વિગત વોટ્સએપ ઉપર મોકલવા કહ્યુ હતુ અને બાદમા એક 444 રૂપિયાનુ મોબાઇલ ઉપર રીચાર્જ કરાવ્યુ હતુ.

જ્યારે રજિસ્ટ્રેશન ફી તરીકે 15650 જમા કરાવવાનુ કહેતા તેમના ખાતામા ટ્રાન્સફર કર્યા હતા. ફરીથી અલગ અલગ કારણ આપી 2,24,350 ફોન પે અને ગુગલ પેથી ટ્રાન્સફર કરાવ્યા હતા. તમામ રકમ સાર્જન્ટે પોતાના એસબીઆઇ અને પંજાબ નેશનલ બેંકના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનુ માલુમ પડતા એસબીઆઇના કેસ સેન્ટરમા રજુઆત કરી હતી. ફોન વ્યસ્ત આવતા સામેથી રાહુલ શર્મા નામના વ્યક્તિનો સામેથી ફોન આવ્યો હતો અને વિગતવાર માહિતી આપવા ફોન ચાલુ રાખ્યો તે દરમિયાન મોબાઇલમા ધડાધડ ડેબિટના મેસેજ પડ્યા હતા. જેમા 5,99,986 રકમ એસબીઆઇના એકાઉન્ટમાંથી કપાઇ ગઇ હતી. તે ઉપરાંત અન્ય બેંકના ખાતા સહિત કુલ 8,24,780 રકમ કપાઇ જતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...