તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓએલએક્સ પર વેચવા માટે મુકેલ ગોલ્ફ સેટ લેવાનું કહીંને નિવૃત આર્મી મેન સાથે 60 હજારની છેતરપીંડી થઈ છે.
ભાટ સંગાથ પાઈલોન ખાતે રહેતાં 65 વર્ષીય રામચંદ્રસીંગ છત્તરસીંગ રાઠોડે આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 5 ડિસેમ્બરના રોજ તેમની પત્નીએ ઓએલએક્સ પર 25 હજારમાં ગોલ્ફ સેટ વેચાણ માટે મુક્યો હતો. બીજા દિવસે તેમના પર ફોન આવ્યો હતો અને પોતે મહેશ શર્મા નામ જણાવીને પોતે એરપોર્ટ સિક્યોરિટી ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. સામવાળા શખ્સે ગોલ્ફ સેટ પસંદ આવ્યો હોવાનું કહીંને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જેને પગલે તેમના પત્નીએ કોઈ વોલેટ ન હોવાનું કહીં કેશ આપીને ગોલ્ફ સેટ લઈ જવાનું કહ્યું હતું.
ત્યારબાદ સામાવાળા શખ્સે બીજો કોઈ નંબર પર વોટેલ હોય તે આપવાનું કહેતા તેમણે નિવૃત આર્મીમેનનો નંબર આપ્યો હતો. જેને પગલે સામેવાળા શખ્સે નિવૃત આર્મીમેન રામચંદ્રસીંગ સાથે ફોન પર વાત કરીને પૈસા ટ્રાન્સફર કરવાાનું કહ્યું હતું. જે બાદ સામાવાળા શખ્સે વોટ્સએપ પર મોકલેલો ક્યુઆર કોડ સ્કેન કરતાં નિવૃત આર્મીમેનન ખાતામાંથી 15 હજાર કપાઈ ગયા હતા.
ગઠીયાએ ભૂલથી પૈસા આવી ગયેલા 15 હજાર પાછા આપવાનું કહીંને ફરી ક્યુઆર કોડ મોકલ્યો હતો, જે સ્કેન કરતાં ફરીથી તેમના ખાતામાંથી 15 હજાર રૂપિયા કપાઈ ગયા હતા.
આ દરમિયાન ખાતામાંથી કપાઈ ગયેલા 30 હજાર પરત કરવાનો વિશ્વાસ અપાવીને ગઠીયાએ ફરી એક ક્યુઆર કોડ મોકલ્યો હતો જે સ્કેન કરતાં નિવૃત આર્મીમેનન ખાતામાંથી બીજા 30 હજાર કપાઈ ગયા હતા. એક પછી એક કુલ 60 હજાર કપાઈ જતા આખરે તેમને છેતરપીંડી થઈ હોવાનો ખ્યાલ આવતા તેઓએ આ મુદ્દે ગત ડિસેમ્બરમાં આ અંગે સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી જેના આધારે સમગ્ર મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.