ગાંધીનગરના કુડાસણ સ્વાગત રેઈન ફોરેસ્ટ કોમ્પલેક્ષમાં શેર બજારની ઓફિસ ચલાવતા સેકટર - 22 નાં રહેતા ઈસમે આદિજાતિ વિકાસ નિગમ કચેરીના નિવૃત મહિલા સુપ્રિન્ટેન્ડન્ટ અને તેમના પતિને શેર બજારમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી રૂ. 43 લાખની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના પાલડી હરિપ્રસાદનગર રહેતા ચૌલાબેન ઇકેશભાઇ શાહ આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી સેકટર - 9 ખાતે લેડીઝ સુપ્રિટેન્ડન્ટ તરીકે નિવૃત થયા હતા. આજથી પાંચ વર્ષ અગાઉ કચેરીમાં નોકરી કરતાં ભદ્રેશભાઈ વીનોદરાય આચાર્ય મારફતે સેલ્સ એક્ઝીક્યુટીવ સ્નેહલભાઇ સોલંકી સાથે પરીચય થયો હતો. જેમના થકી તેઓ ગીરીરાજસિંહ નટવરસિંહ વાઘેલા (રહે. સેકટર - 22, પ્લોટ નંબર 370/2)સાથે વર્ષ 2018 માં પરીચય થયો હતો.
એ વખતે ગીરીરાજસિંહ વાઘેલાએ ચૈાલાબેનને કહેલ કે , SMC GLOBAL INVESTMENT PVT.LTD માં સ્ટોક યાર્ડ ઇન્વેસ્ટમેન્ટ નામની કંપની છે. જે ઓફીસ 115-116 વિંગ - એ, સ્વાગત રેઇન ફોરેસ્ટ કુડાસણ ગાંધીનગર ખાતે આવેલ છે. જે કંપની સાથે મારે ટાઇઅપ છે. જેથી તમે અને તમારા પતિનાં શેરોનું રોકાણ મારી કંપનીમાં કરો. બાદમાં દંપતીને વિશ્વાસમાં લઈ ગિરીશરાજસિંહે SMC GLOBAL INVESTMENT PVT.LTD ની પેટા બ્રાન્ચ સ્ટોક યાર્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો ડીમેટ એકાઉન્ટ નંબર આપ્યો હતો.
ત્યારબાદ વર્ષ 2021 માં યોગેન્દ્રભાઈ તથા ગીરીરાજસિંહ ઘરે જઈને કહેવા લાગેલા કે, આવેલ અને મને ગીરીરાજસં વાઘેલા નાઓએ જણાવેલ કે, તમારૂ તથા તમારા પતિનું ડીમેટ એકાઉન્ટ નુતન નાગરીક બેંક લો ગાર્ડન ખાતે છે. અને તમામ શેર SMC ની પેટા બ્રાંચ સ્ટોક યાર્ડનાં એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કરવા વધુમાં જણાવ્યું હતું. બાદમાં ગીરીરાજસિંહે વૃદ્ધ દંપતીનાં નૂતન નાગરિક બેંકના તમામ શેરો ઓફ લાઈન ટ્રાન્સફર સ્લીપ મારફતે જુદી જુદી તારીખોમાં સ્ટોક યાર્ડ એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કરી લીધા હતા.
અને તેનું ટ્રેડિંગ પણ યોગેન્દ્રભાઈ તથા ગીરીરાજસિંહ કરતા અને બીલો પણ ચૈાલાબેનને મોકલી આપતા હતા. બાદમાં 14 મી જાન્યુઆરી 2022 પછી ગીરીરાજસિંહે સ્ટોક હોલ્ડિંગની કામગીરી બંધ કરી દીધી હતી. અને દંપતીએ ગિરિરાજસિંહનાં એચ.ડી.એફ. સી. બેન્કના સ્ટોકયાર્ડ કેપીટલ એન્ડ ડેટફીનવેસ્ટ એકાઉન્ટમાં 18 લાખ ટ્રાન્સ્ફર કરેલા. જેની હાલની વેલ્યુ 50 લાખ થવા જાય છે.
ત્યારબાદ દંપતીએ નાણાં રોકાણનાં તેમજ શેરો અને ડીમેટ એકાઉન્ટની જાણકારી માંગવામાં આવતા ગિરિરાજસિંહે ગલ્લા તલ્લાં કરવા લાગેલ. આથી SMC GLOBAL તપાસ કરતા માલુમ પડયું હતું કે ગીરીરાજસિંહે કોઈ પ્રકારનું રોકાણ તેઓના નામે કર્યું નથી. તેમજ તેણે આપેલા બીલો પણ ખોટા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ગીરીરાજ સિંહે ભાંડો ફૂટી જતાં નોટરી કરીને પૈસા પરત આપવાની બાંહેધરી આપી હતી. પણ આજદિન સુધી રૂપિયા પરત નહીં આપતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.