તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ:કલોલમાં ફાઈનાન્સ કંપનીના કર્મચારી પાસેથી 3.60 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ચાર શખ્સો ફરાર

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકના મોટરસાયકલ સાથે કાર ટકરાવી લૂંટને અંજામ આપ્યો

કલોલના મહેન્દ્ર મિલ રોડ પરથી પસાર થતા ફાઈનાન્સ કંપનીનાં કર્મચારીના એક્ટિવાને ટક્કર મારી કારમાં આવેલા ચાર લુટારુઓ લોખંડની પાઇપો વડે ઢોર માર મારી રૂ. 1.80 લાખ રોકડા તેમજ ચાર તોલા વજનનો સોના નો દોરો લૂંટીને ફરાર થઈ ગયા હોવાનો બનાવ કલોલ શહેર પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે.

કલોલના રત્નદીપ એપાર્ટમેન્ટમાં રહેતો 28 વર્ષીય કિરણ ઉર્ફે કનક અશોકભાઈ બારોટ કલોલના નવજીવન બજારમાં આવેલ શ્રી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરે છે. ગત તારીખ 7મી જુલાઇના રોજ રાત્રિના પોણા નવ વાગ્યાના અરસામાં કિરણ તેના મિત્ર પૂર્વક બારોટ પાસેથી રૂપિયા 1.80 લાખ લઈને એક્ટીવા પર ઘરે જઈ રહ્યો હતો. ત્યારે મહેન્દ્ર મિલ રોડ પર મહાકાળી પાન સેન્ટર પાસે એક વાદળી કલરની સ્વીફટ કારે એક્ટિવાને ટક્કર મારતા કિરણ જમીન પર પટકાયો હતો.

આ દરમિયાન કારમાંથી લગધીરભાઈ જીવણભાઈ દેસાઈ ગોવાભાઇ શાખા ભાઈ દેસાઈ અને તેનો દીકરો તેમજ તેજાભાઈ કમાભાઈ દેસાઈ કારમાંથી લોખંડની પાઇપો લઈને કિરણ પાસે ગયા હતા. અને કિરણને અગાઉના થયેલા ઝઘડાના સમાધાનના રૂપિયા તે હજી સુધી આપ્યા નથી તેવું કહી બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન કિરણ ઈજાગ્રસ્ત હાલતમાં કાંઈ જવાબ આપે તે પહેલાં જ ચારેય જણા પાઇપો લઈને તેને માર મારવા લાગ્યા હતા.

બાદમાં કિરણ નાં ખિસ્સામાંથી રૂ. 1.80 લાખ રોકડા કાઢી લઈ તેમજ તેના ગળા માંથી ચાર તોલા વજનનો સોનાનો દોરો કી રૂ. 1.80 લાખનો તોડી પાઇપો મારતા રહ્યા હતા. આથી કિરણ બૂમાબૂમ કરતા નજીક માં થી તેના મિત્ર સંદીપ ગુપ્તા અને નિશાંત પટેલ દોડી આવ્યા હતા અને તેને વધુ માર માંથી બચાવ્યો હતો. ઘટના સ્થળે મોટું ટોળું એકઠું થઈ જતાં ચારેય ઈસમો રૂ. 3.60 લાખની મત્તા લુંટી ને કારમાં ફરાર થઈ ગયા હતા. જ્યારે કિરણ ને અર્ધબેભાન અવસ્થામાં તેના મિત્રો રિક્ષામાં નજીકના દવાખાને સારવાર અર્થે લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને દાખલ કર્યો હતો. આ અંગે કિરણ ની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...