તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જાખોરા ગામની સીમમાં કારમાં દારૂના કટિંગ દરમિયાન રેડ પડી, ચાર ઈસમો ઝડપાયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉવારસદમાંથી પણ જમીનમાં દાટેલા પીપમાંથી બીયરના ટીન મળી આવ્યા

ગાંધીનગરનાં જાખોરા ગામની સીમમાં આવેલી સુજલામ સુફલામ નર્મદા કેનાલ નજીક ગઈકાલે રાત્રે પૂર્વ બાતમીના આધારે કારમાં ચાલતા દારૂ કટીંગની પ્રવૃતિ દરમિયાન ચિલોડા પોલીસે ત્રાટકીને રાજસ્થાનના ચાર ઇસમોને ઝડપી લઇ બીયરનો જથ્થો, કાર, મોબાઈલ ફોન મળીને કુલ 96 હજાર 520નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. એજ રીતે અડાલજ પોલીસે પણ ઉવારસદ ગામે રેડ કરીને ભેસો બાંધવાના વાડામાં જમીનમાં દાટેલા લોખંડના પીપડામાંથી પણ રૂ.6 હજાર 360 ની કિંમતના 53 નંગ બિયરના ટીન ઝડપી લઈ ફરાર બુટલેગરને પકડી લેવા કવાયત હાથ ધરી છે.

બુટલેગરો દેશી વિદેશી દારૂ વેચતા ઝડપાઈ રહ્યાં છે

ગાંધીનગરમાં જે રીતે છૂટાછવાયા બુટલેગરો દેશી વિદેશી દારૂ વેચતા ઝડપાઈ રહ્યાં છે. તે જોતાં જિલ્લામાં દારૂનું નેટવર્ક આયોજન પૂર્વક ચાલતું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ગાંધીનગર પોલીસ દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરતી હોવા છતાં માત્ર બે લીટર, ચાર લીટર તેમજ નગણ્ય દેશી વિદેશી દારૂ મળી આવ્યાના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાવા પામ્યા છે. ત્યારે ગઈકાલે પણ જાખોરા ગામની સીમમાંથી દારૂનું કટિંગ ઝડપી લેવામાં આવ્યું છે.

પોલીસ સ્ટાફે વિસ્તારને કોર્ડન કરી રેડ કરી

ચિલોડા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આઈ.એમ. હુદરનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ગઈકાલે રાત્રિના સમયે પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ચંદનસિંહ બાતમી મળી હતી કે જાખોરા ગામની સીમમાં આવેલી સુજલામ સુફલામ નર્મદા કેનાલ પાસે ઝેન કારમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. જેનાં પગલે પોલીસ સ્ટાફે આ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

પોલીસ ટીમે ચાર ઈસમોને દારૂનું કટિંગ કરતા રંગેહાથ ઝડપી લીધા

બાદમાં પોલીસ બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી. જ્યાં કારમાંથી ઈસમો થેલાઓ ઉતારી રહ્યાં હતા. અને જેની પાસે નંબર પ્લેટ વગરનું બાઈક પણ પડયું હતું. જેથી કરીને પોલીસ ટીમે ચાર ઈસમોને દારૂનું કટિંગ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. જેમની પૂછપરછ શરૂ કરવામાં આવતા તેઓએ પોતાના નામ રામેશ્વર ગટુલાલ બોહા (રહે ભીંડા તાલુકો જોતરી ડુંગરપુર રાજસ્થાન) સુનિલ મણિલાલ ખરાડી (રહે અંબાસા તા. ઝાલોર ઉદયપુર રાજસ્થાન) અમરત રમેશજી અસોડા( રહે બાડવા તા ખેરવાડા ઉદયપુર રાજસ્થાન) તેમજ મહેન્દ્ર કતકમલ પાંડોર (રહે બડલાપાડા ખેરવા રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે કારની તલાશી લેતા થેલાઓમાંથી 96 નંગ ટીન મળી આવ્યા હતા. જે અંગે પોલીસે પાસ પરમીટ માંગતા પકડાયેલા ઈસમો પાસે પરમીટ મળી આવી ન હતી. જેનાં પગલે પોલીસે બિયરના ટીન, 5 મોબાઇલ ફોન, કાર (GJ09C4776) મળીને કુલ રૂ. 96 હજાર 520 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

જમીનમાં દાટેલા લોખંડના પીપમાંથી દારૂ ઝડપાયો

જ્યારે ગઈકાલે અડાલજ પોલીસે વારસદ રાણજી પુરા ગામે મુકેશ ઉર્ફે ટીનો ભીખાજી ઠાકોરના ઘરે દરોડો પાડ્યો હતો. પરંતુ બુટલેગર મુકેશ મળી આવ્યો ન હતો. જેથી કરીને પોલીસે ઘરની તલાસી લીધી હતી. પરંતુ ઘરમાંથી બાતમી મુજબનો દારૂ મળી આવ્યો ન હતો. જેના પગલે પોલીસે મુકેશના ઘરના બાર ભેસો બાંધવાના વાડામાં તપાસ શરૂ કરી હતી. જેના પગલે જમીનમાં દાટેલુ લોખંડનું પીપ મળી આવ્યું હતું. જેમાથી પોલીસને રૂ.6 હજાર 360 ની કિંમતના 53 નંગ બિયરના ટીન મળી આવતા બુટલેગર મુકેશ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...