દહેગામ તાલુકાના સ્ટેશન રોડ પર આવેલી હરીઓમ સોસાયટીમાં 66 વર્ષીય વૃદ્ધ દ્વારા ચલાવવામાં આવતાં જુગાર ધામ ઉપર દહેગામ પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ કરીને ચાર જુગારીઓને 10 હજારની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે એક જુગારી ઘરની રૂમના પાછળ દરવાજેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સ્ટેશન રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં 66 વર્ષીય કનુભાઈ મંજીભાઈ પ્રજાપતિ પોતાના મકાન નંબર - 11 માં ઘણા સમયથી બહારથી જુગારીઓને બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની દહેગામ પોલીસને બાતમી મળી હતી. જેનાં પગલે પીઆઈ બી બી ગોયલની ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો.
લીસને જોઈને કુંડાળું વળીને જુગાર રમતાં જુગારીઓએ ગંજીપાના નાખી દીધા હતા. જ્યારે એક ઈસમ રૂમના પાછળના દરવાજાથી પતરાવાળા ભાગથી નાસી ગયો હતો. બાદમાં પોલીસે જુગારીઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ કનુભાઈ મંજભાઈ પ્રજાપતિ, મનોજભાઈ કાંતીભાઈ પ્રજાપતિ, બકાજી તેખા પરમાર(રહે. હરિઓમ સોસાયટી) અને ભાનુભાઈ બાબુભાઈ વાઘેલા(રહે.મોચીવાસ સાત ગળનારા પાસે દહેગામ) હોવાની કબૂલાત કરી હતી. ત્યારે ભાગી ગયેલ ઈસમનું નામ સમીર ઉસ્માનભાઇ લૂહાર રહે.નવદુર્ગા ચાલી સ્ટેશન રોડ દહેગામ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે જુગારીઓની અંગઝડતી અને દાવ પરથી 10 હજાર 200 ની રોકડ, જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.