નવું મંત્રીમંડળ:સુરતના ચાર, અમદાવાદના ત્રણ, રાજકોટના એક મંત્રીનો સમાવેશ; વડોદરામાંથી બે ધારાસભ્યો મંત્રી બન્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં અગાઉ એક મંત્રી હતા પરંતુ હવે ચાર મંત્રીઓ, વડોદરામાં પણ એકનો વધારો

રાજ્યના ચાર મહાનગરોમાંથી આવતાં મંત્રીઓ જોઇએ તો રૂપાણીએ પોતાના સહિત માત્ર પાંચ જ મંત્રીઓ લીધાં હતાં જ્યારે ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીમાં શહેરી મતદાતાઓને ધ્યાને રાખીને 9 મંત્રીઓ બનાવ્યાં છે.

અમદાવાદ શહેરમાંથી રૂપાણી સરકારે બન્ને છેડેથી એક-એક મંત્રી લઇ બે મંત્રી બનાવ્યાં હતાં, તેને સ્થાને ખુદ ભૂપેન્દ્ર પટેલ સહિત હવે 3 મંત્રીઓ છે. સુરતમાંથી અગાઉની સરકારના એક મંત્રીને સ્થાને હવે 4 મંત્રીઓ છે, પરંતુ એ પૈકી હર્ષ સંઘવીને બાદ કરતાં બાકીના બન્ને દર્શના જરદોષના નજીકના જૂથના છે. રાજકોટમાંથી રૂપાણી એક જ હતા અને આ વખતે તેમના વિકલ્પ તરીકે એક જ મંત્રી અરવિંદ રૈયાણી છે. જ્યારે વડોદરા શહેરમાંથી રૂપાણી સરકારે વિસ્તરણ વખતે એક મંત્રી યોગેશ પટેલને લીધા હતા તેને બદલે ભૂપેન્દ્ર પટેલે બે મંત્રીઓ લીધાં છે. આમ શહેરોનું પ્રતિનિધિત્વ જોઈએ તો સુરત અને અમદાવાદને વધુ પ્રતિનિધિત્વ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...