વિરોધ પક્ષના નેતા:વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે હવે કોંગ્રેસમાં ચાર દાવેદાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજેટ સત્ર પહેલા વિરોધ પક્ષના નેતાની પસંદગીની શક્યતા
  • આદિવાસી નેતા અનંત પટેલ અને તુષાર ચૌધરી પણ રેસમાં

રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ માટે વિધાનસભા વિરોધ પક્ષના નેતા નિમવાનો મામલો પણ ગૂંચવાયો છે. કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા નિમવા માટે અત્યાર સુધી બે મુખ્ય દાવેદારો હતા, પણ હવે 4 જેટલા દાવેદારો મેદાનમાં આવતા વિરોધ પક્ષના નેતા નિમવાનો મામલો ગુંચવાયો છે. આ મામલો ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલા ઉકેલાય તેવું પ્રદેશના ટોચના નેતાઓનું કહેવું છે.

રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 17 ધારાસભ્યો જીત્યા હતા. કોંગ્રેસ બીજી સૌથી મોટી રાજકીટ પાર્ટી હોવાથી વિધાનસભા વિરોધ પક્ષના નેતા બનવા માટે કોંગ્રેસમાં પણ આંતરિક ર્સ્પધા જામી છે. વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા શૈલેષ પરમાર, પૂર્વ દંડક સી.જે.ચાવડા વિધાનસભા વિરોધ પક્ષના નેતા બનવા માટે મુખ્ય દાવેદાર છે. આ બન્નેમાંથી કોઇની પસંદગી કરવામાં આવશે પરંતુ કોંગ્રેસે કોઇ જાહેરાત કરી નહીં અને એક દિવસીય સત્ર હંગામી ધોરણે શૈલેષ પરમારને જવાબદારી આપી હતી.

અત્યાર સુધી બે નેતાઓ મુખ્ય દાવેદાર હતા આ સાથે આદિવાસી વિસ્તારમાંથી અનંત પટેલ અને તુષાર ચૌધરી પણ દાવેદાર હતા. પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી અને અનંત પટેલ બંન્ને આદિવાસી વિસ્તારોમાં સારું પ્રભુત્વ ધરાવે છે. આ બન્ને નેતામાંથી તુષાર ચૌધરી પાસે રાજકીય અને વહીવટી અનુભવ પણ છે. આવા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તે બાબતે કોંગ્રેસમાં જ અસંમજસ ફેલાતા મામલો ગૂંચવાયો હોવાનું સૂત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...