તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંડણી:શેરથાનાં મરી-મસાલાના વેપારી પાસે સવા કરોડની ખંડણી માંગનારા ચાર આરોપી ઝડપાયા

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર ક્રાઈમ બ્રાંચે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા

અડાલજના શેરથામાં મરી-મસાલાના વેપારીના અપહરણમાં સફળતા નહીં મળતા વેપારી ડરી ગયા હોવાનું માનીને સવા કરોડની ખંડણી માગનાર ચાર ઈસમોને ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ ધ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ સૌમ્ય રેસીડેન્સી, સોલા માં રહેતા દીલીપભાઇ ઇશ્વરભાઇ પટેલ શેરથા ખાતે સી.પી.સ્પાઇસીસ નામે મરી-મસાલાની ખળી ધરાવે છે. અને મરી-મસાલાનો વેપાર કરે છે. જેમના ત્યાં દોઢેક વર્ષ અગાઉ સાગરજી પ્રહલાદજી ઠાકોર નોકરી કરતો હતો.બાદમાં આશરે દોઢેક મહીના ઉપર તેના સાગરિત સાગર પ્રહલાદજી ઠાકોર તથા મનિશજી લાલાજી ઠાકોર તથા વિજયજી દશરથજી ઠાકોર તથા કૃણાલગીરી વિષ્ણુગીરી ગોસ્વામીએ સરળતાથી પૈસા મેળવવાના હેતુથી કોઇ પૈસાદાર પાર્ટની અપહરણ કરી ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો.

તે માટે વિજયજી દશરથજી ઠાકોરે બે ડમી સીમકાર્ડ લીધા હતા અને કૃણાલ વિષ્ણુગીરી ગોસ્વામીની રીક્ષાનો ઉપયોગ અપહરણ કરવા માટે કરવાનુ નકકી કર્યું હતું . તેમજ સાગરજી પ્રહલાદજી ઠાકોરે અગાઉ પોતે નોકરી કરતો હતો જેથી દિલીપભાઇ પટેલ પૈસાદાર પાર્ટી હોવાથી અને દરરોજ અમદાવાદ થી શેરથા ખળી ઉપર અપડાઉન કરતા હોવાની માહિતી તેણે આપી હતી. બાદમાં સાગરજી પ્રહલાદજીએ પ્રથમ બે દિવસ રેકી કરી કૃણાલ ગોસ્વામીની રીક્ષા લઇ ઉપરોકત ચારેય ઈસમોએ શેરથા હાઇવે નજીકથી રાત્રીના સાડા આઠેક વાગે દિલીપભાઇ પટેલ નું રિક્ષામાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં તેઓ સફળ થયા ન હતા.

આ બનાવ અંગે દિલીપભાઇ ધ્વારા કોઇ પોલીસ ફરીયાદ નહી થતા દિલીપભાઇ આ બનાવથી ગભરાઇ ગયા હોવાનુ માની ચારેય આરોપીએ દિલીપભાઇને ફોન કરી ધમકી આપી ખંડણી માંગવાનુ નકકી કર્યું હતું અને વિજય ઠાકોર પાસેના બે ડમી કાર્ડ પૈકી એક સીમકાર્ડ સાગર ઠાકોર પાસેના કી-પેઇડ મોબાઇલમાં ભરાવી દિલીપભાઇના મોબાઇલ નંબર ઉપર ફોન કરી વિજય ઠાકોરે હિન્દી ભાષામાં ધમકી આપી સવા કરોડ રૂપીયાની ખંડણી માંગી હતી. અને જો નહી આપે તો તેમના પરિવારને એક એક કરી ખતમ કરી દેશે તેવી ધમકી આપેલ.

જે બનાવ અનુસંધાને દિલીપભાઇ ઇશ્વરભાઇ પટેલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે અન્વયે ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર જય વાઘેલા ની ટીમ ધ્વારા સાગરજી પ્રહલાદજી ઠાકોર (ઉ.વ.-24, રહેવાસી- ઠાકોર વાસ, પરામાં, શેરથા) મનિશજી લાલાજી ઠાકોર( ઉ.વ.-20, રહેવાસી- ધીરાપરૂ, સઇઝ, તા.કલોલ) વિજયજી દશરથજી ઠાકોર (ઉ.વ.-20 રહેવાસી- ચકલાવાસ, વાંસજડા, તા.કલોલ) તેમજ કૃણાલગીરી વિષ્ણુગીરી ગોસ્વામી( ઉ.વ.-19 રહેવાસી- ઉમિયા ચોક, સઇઝ, તા.કલોલ, જી.ગાંધીનગર)ને શેરથા ઉવારસદ રોડ ઉપરથી ગુનામાં વપરાયેલ રીક્ષા તથા ધમકી આપવા સારૂ ઉપયોગ કરી મોબાઇલ ફોન તથા બે ડમી સીમકાર્ડ તથા બીજા ચાર મોબાઇલ ફોન તથા રીક્ષા મળી કુલ રૂ. 80, 500 ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...