અરજી ફોર્મ:ગાંધીનગર શહેરી વિસ્તારમાં ફટાકડાના વેપારનો હંગામી પરવાનો મેળવવા 25મી ઓક્ટોબર સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 ઓકટોબરના રોજ બપોરના 2.00 કલાક સુધીમાં ભરેલા ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી જનસેવા કેન્દ્ર ગાંધીનગર ખાતે કરવામાં આવશે

ગાંધીનગર શહેર વિસ્તારમાં હંગામી 2021 ફટાકડા લાયસન્સ મેળવા માટે અરજી ફોર્મ નંબર- 4 તા. 18થી 24મી ઓકટોબર, 2021 દરમિયાન કચેરી કામકાજના ચાલુ દિવસો દરમિયાન અને તા. 25મી ઓકટોબરના બપોરના 2.00 કલાક સુધી જન સેવા કેન્દ્ર, કલેકટર કચેરી, ગાંધીનગર ખાતેથી મળશે. તા. 25મી ઓકટોબર, 2021 ના રોજ બપોરના 2.00 કલાક સુધીમાં ભરેલા ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી જનસેવા કેન્દ્ર, ગાંધીનગર ખાતે કરવામાં આવશે તેવું મામલતદાર(જ.ફા) ડી.એ.પંચાલે જણાવ્યું છે.

મામલતદાર (જ.ફા) ડી.એ.પંચાલે વધુમાં જણાવ્યું છે કે, હંગામી પરવાનાની અરજી ઉપર રૂ. ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે. લાયસન્સ ફી રૂ. 700/- સદર હેડ ’0070’, ઓ.એ.એસ.સી સદરે જનસેવા કેન્દ્રમાંથી મંજૂર કરાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા બેંક ઓફ બરોડામાં ચલણથી જમા કરાવવાની રેહશે. જેની એક નકલ અરજી ફોર્મ સાથે બિડાણ કરવાની રેહશે. ખુલ્લા પ્લોટ માટે ભાડાની રકમ ગાંધીનગર શહેર માટે કાર્યપાલક ઇજનેર પાટનગર યોજના વિભાગ-1, ગાંધીનગર અથવા અધિક્ષક ઇજનેર, પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર અથવા મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરી પૈકી જે કચેરીમાં ભાડુ વસુલ લેવામાં આવતું હોય તે કચેરીમાં જમા કરાવી ભાડાની પહોંચ અરજી પત્રક સાથે બીડવાની રહેશે.

ગાંધીનગર શહેરમાં સરકારી ખુલ્લા પ્લોટ સરકારના માર્ગ અને મકાન વિભાગ અથવા અધિકક્ષ ઇજનેર, ગાંધીનગર તફરથી નિયત કરવામાં આવે તે સેકટર માટે જ હંગામી લાયસન્સ આપવાના છે. જેથી આ અંગેની વિગતો જાણી જે તે સેકટર પુરતી જ પ્લોટ મેળવવા માટે પસંદગી પ્રમાણે અરજી કરવાની રહેશે. પ્લોટની ફાળવણી ડ્રો ગાંધીનગર શહેર માટે કાર્યપાલક ઇજનેર, પાટનગર યોજના વિભાગ-1, ગાંધીનગર અથવા અધિક્ષક ઇજનેર, પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર અથવા મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી અથવા ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કરવામાં આવશે.

જે પ્લોટ ફળવાશે તેમાં જ ધંધો કરવાનો રેહશે. જેથી પ્લોટનું ભરેલું ભાડું રીફંડ મળશે નહી. પ્લોટ ઉપર સ્ટોલની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા લાયસંસદારે જાતે કરવાની રહેશે. લાયસંસની શરતો પ્રમાણે આગ/અકસ્માત માટેની સાવચેતીના પગલાં લાયસંસદારે લેવાના રેહશે. છતાં કોઇ દુર્ધટના બનશે તો તેની જવાબદારી લાયસંસ ધારકની જ રહેશે. જરૂર જણાયે લાયસંસ માટે અરજી કરનારે વિમો લેવાનો રેહશે.

લાયસન્સ મેળવનાર વ્યક્તિએ ધંધો જાતે જ કરવાનો રહેશે. અન્ય વ્યક્તિને ધંધો કરાવા અધિકૃત કરી શકશે નહી કે અન્યને વાપરવા આપી શકશે નહી. અરજદારો કોઇ ગુન્હામાં સંડોવાયેલ નથી તેવું પ્રમાણપત્ર તેના રહેણાંકના નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવી અરજીપત્રક સાથે રજૂ કરવાનું રહેશે. સંબંધિત ઓફિસરનો અભિપ્રાય પણ અરજી પત્રક સાથે રજૂ કરવાનો રહેશે.

અરજી ફોર્મ સંપૂર્ણ વિગતો ભરીને આધાર, પુરાવા સહ ઉપરોક્ત સમયમાં રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મળેલ અરજી ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહિ તેમજ કોઇપણ સંજોગોમાં અધુરી વિગતોવાળી અરજી વિચારણામાં લેવામાં આવશે નહિ, તેવું પણ મામલતદાર(જ.ફા) એ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...