તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજ:જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રીએ રાજીનામું આપ્યું

ગાંધીનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારની પસંદગી મુદ્દે નારાજ
 • છાલા બેઠક મુદ્દે કકડાટ થતાં પક્ષ છોડ્યો

ગાંધીનગર જિલ્લા પંચાયાતની છાલા બેઠકમાં ઉમેદવારની પસંદગી મુદ્દે નારાજ થયેલા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, પૂર્વ પ્રદેશ મહમંત્રી અને વરીષ્ઠ નેતા જસુભા રાણાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. 40 વર્ષથી કોંગ્રેસ સાથે રહેલાં રહેલા જસુભા રાણાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું, જેમાં લખ્યું છે કે, ‘ગાંધીનગર જિલ્લા પંચાયતની છાલા બેઠકના ઉમેદવાર તરીકે શનાભાઇ ચૌધરીની પસંદગી સામે મારો વાંધો અને વિરોધ છે. બિનઅનામત બેઠક માટે જનરલ કેટેગરીના ઉમેદવારની પસંદગી કરવાની મારી માંગણી હતી પરંતુ પક્ષ દ્વારા શનાભાઇ ચૌધરીની પસંદગી થઈ છે જે અયોગ્ય છે. જેથી પ્રદેશ કોંગ્રેસ દ્વારા થયેલ નિર્ણય સામે મારો સખત વિરોધ અને વાંધો હોવાથી નારાજ થઈને ભગ્ન હ્રદયે મારુ રાજીનામું આપુ છું, જે સ્વીકારવા વિનંતી છે.’

મળેલી માહિતી પ્રમાણે જસુભાએ છાલા બેઠક બિનઅનામત હોવાથી લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા અને જિલ્લા પંચાયત બેઠકના સંયોજક એવા રાહુલસિંહ રાણાને ટિકિટ આપવા માટે માંગણી કરી હતી. પરંતુ પક્ષ દ્વાર શનાભાઈ ચૌધરીની પસંદગી થતાં જસુભાઈએ રાજીનામું ધરી દીધું હતું. તેમજ છાલા બેઠકના ઉમેદવાર તરીકે શનાભાઇ ચૌધરીની પસંદગી સામે મારો વાંધો અને વિરોધ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો