ક્વાર્ટર્સ ખાલી કરવા સમય માંગ્યો:પૂર્વ ધારાસભ્યોને ક્વાર્ટર્સ ખાલી કરવા 15 જાન્યુઆરી સુધીનો સમય અપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા ધારાસભ્યોને હજુ સુધી ગાંધીનગરમાં ઘર મળ્યું નથી

નવી સરકારની રચના પછી પણ જૂના મંત્રીઓ બંગલા ખાલી કરતા નથી. તેવી જ સ્થિતિ એમએલએ ક્વાર્ટર્સમાં થઇ રહી છે. જૂના ધારાસભ્યોને 15 જાન્યુઆરી સુધીમાં ક્વાર્ટર્સ ખાલી કરવાનો સમય આપવામાં આવ્યો છે. નવા ધારાસભ્યોને પણ હવે ઉત્તરાયણ પછી જ એમએલએ ક્વાર્ટર્સનો કબજો મળે તેવી શક્યતા છે.

15મી વિધાનસભાની રચના થયાને એક મહિનો થવા આવ્યો છે. ધારાસભ્યોની શપથવિધિ પુરી થઇ ગઇ છે એક દિવસનું સત્ર પણ મળી ગયું છે પરંતુ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવા ક્વાર્ટર્સ હજુ મળતા નથી. તેનું કારણ એ છે કે જૂના ધારાસભ્યો કે જેઓ ચૂંટણી હારી ગયા છે અથવા ટિકિટ મળી નથી તેઓ હજુ પણ ક્વાર્ટર્સ ખાલી કરતા નથી.

વિધાનસભા કાર્યાલય તરફથી ડિસેમ્બરમાં જ પૂર્વ ધારાસભ્યોને ક્વાર્ટર્સ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ મોટાભાગના પૂર્વ ધારાસભ્યોએ ક્વાર્ટર્સ ખાલી કરવા માટે સમય માંગ્યો છે. જેથી નવા ધારાસભ્યોને ક્વાર્ટર્સની ફાળવણી અટકી છે.

પસંદગીનું ક્વાર્ટર્સ લેવા માટે લોબિંગ
ગાંધીનગરના સેક્ટર-21માં આવેલા સદસ્ય નિવાસમાં પસંદગીનું ક્વાર્ટર્સ મેળવવા માટે પણ ધારાસભ્યો દ્વારા રીતસરનું લોબિંગ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના ધારાસભ્યોને ગ્રાઉન્ડ ફ્લોર પર જ ક્વાર્ટર્સ જોઇએ છે.

અન્ય સમાચારો પણ છે...