તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લા પંચાયતની ચુંટણી પહેલાં ભાજપે રાજકીય શતરંજનો ખેલ આરંભી દીધો છે. જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સાંતેજ સીટના સદસ્ય રામાજી ઠાકોરને કોંગ્રેસમાંથી તોડવામાં ભાજપ સફળ થયું છે. ઉપરાંત તેમની સાથે કલોલ તાલુકા પંચાયતના બે સદસ્યો સહિત કોંગ્રેસના 150થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.ભાજપ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં સત્તા બનાવવા માટે શામ-દામ-દંડ અને ભેદની નિતી અપનાવે છે. જેમાં અગાઉ જિલ્લા પંચાયતની કોલવડા સીટના સદસ્ય સોનલબેન જીતુભાઇ પટેલને ભાજપમાં સમાવ્યા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાની વિકટ પાડી છે.
જેમાં કલોલ તાલુકાના રાજકીય લેવલે મોટું માથું ગણાતા અને ઠાકોર સમાજના અગ્રણી ઉપરાંત કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના રાઇટ હેન્ડ અને ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોરની વિકેટ પાડવામાં ભાજપ સફળ થયું છે. છેલ્લા એક સપ્તાહથી બેઠકોના દૌર બાદ આજે વિધીસર રામાજી ઠાકોર ભાજપમાં જોડાયા છે. જેમાં ભાજપના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલ, ગાંધીનગરના ઇન્ચાર્જ ડો.હર્ષદભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, જિલ્લા પંચાયતની સાંતેજ સીટના ઇન્ચાર્જ રમેશજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ પહેર્યો છે.
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજીની સાથે સાથે કલોલ તાલુકા પંચાયતની સાંતેજ બેઠકના સદસ્ય બાલુજી કાળાજી ઠાકોર અને ગોલથરા બેઠકના સદસ્ય વિષ્ણુજી કાળાજી ઠાકોર પણ ભાજપનો ખેસ પહેર્યો હતો. ઉપરાંત તેમની સાથે કોંગ્રેસના 150થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડવાનો કાર્યક્રમ કલોલના રતનપુર ખાતેના સંગાત પાર્ટી પ્લોટમાં યોજવામાં આવ્યો હતો.
બીજી તરફ આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારશે અને સ્થાનિક લોકોને મત આપવા માટે વધુ એક ચોઈસ વધશે તેવી લોકોમાં ધારણાઓ હતી. પણ જિલ્લા આપમાં પહેલા પ્રમુખ ભાજપમાં જોડાયા બાદ હવે ‘આપ’ના જિલ્લા ઉપપ્રમુખ પણ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ભદ્રેશભાઇ પટેલ કલોલના ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કરતાં ગરમાવો આવી ગયો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.