ગાંધીનગર:પેથાપુર પાલિકાનો પૂર્વ કોર્પોરેટર પીધેલો પકડાયો

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દારૂ પીને છાકટાં બનતા પોલીસે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું

પેથાપુર પાલિકાના પૂર્વ કોર્પોરેટરને દારૂ પીને બહાર નિકળવુ ભારે પડી ગયુ છે. પોલીસે ઝડપી લેતા કાયદાનુ ભાન કરાવ્યુ હતુ. જેને લઇને નેતાજી સામે કાર્યવાહી કરાઈ હતી. પેથાપુરનો ગાંધીનગર મહાપાલિકામા સમાવેશ કરાયા પહેલા ભાજપમાંથી ચૂંટણી લડીને કોર્પોરેટર બનેલા મહેન્દ્રસિંહ ઉર્ફે મકાજી રણજીતસિંહ વાઘેલા ગતરોજ પેથાપુર ચોકડી પાસે આવેલા માધવવિહાર સોસાયટી પાસે કેફી પીણુ પીધેલી હાલતમા છાકટા બની ગયા હતા. જેને લઇને પોલીસે નેતાજી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નેતાજી નશો કરીને પોતાની કાર લઇને નિકળ્યા હતા. તે દરમિયાન અન્ય એક કાર સાથે અકસ્માત થતા કારને મોટા પ્રમાણમા નુકસાન થયુ હતુ. તે સમયે અકસ્માતમા નુકસાન થયેલી કારના ચાલકે પોતાની કારનો નુકશાનીનો ખર્ચ માગ્યો હતો અને તે સમયે ખર્ચ પણ ચૂકવ્યો આવ્યો હતો. પરંતુ નેતાજી પીધેલી હાલતમા હોવાથી તેમની સામે અકસ્માતનો નહિ પરંતુ પ્રોહિબિશનનો ગુનો નોંધવામા આવ્યો હતો નેતાજીની પત્નિ મનપામા કોંગ્રેસની ટીકીટ ઉપરથી લૂંટણી લડ્યા હતા, જેમા તેમની હાર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...