તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મ્યુકર માઇકોસિસની સારવાર માટે ભાવનગરમાં અલગ વોર્ડની રચના

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમદાવાદ ઉપરાંત 5 શહેરમાં અલાયદા વોર્ડ કરવા નિર્ણય
  • મુખ્યમંત્રીએ 3.12 કરોડના ઇન્જેક્શનનો પણ ઓર્ડર આપ્યો

કોરોના બાદ હવે મ્યુકરમાયકોસીસનો ચેપ ફેલાતા અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં અલગ વોર્ડની રચના કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 60 પથારીના અલગ વોર્ડની રચના કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે મળેલી કોર કમિટીની બેઠકમાં જાહેર કરાયું હતું કે આ દર્દીઓના ઉપચાર માટે 3.12 કરોડ રૂપિયાના ખર્ચે એમ્ફોટિસિરીન-B50 Mgના 5,000 ઇન્જેકશનનો ઓર્ડર અપાયો છે.

ભાવનગરમાં પણ મ્યુકર માઈકોસીસ રોગ ફેલાયો છે. આ રોગ કોરોનાની સારવાર દરમ્યાન આડેધડ સ્ટીરોઈડ કે અન્ય દવાઓ આપ્યા બાદ દર્દીને થાય છે જેમાં આખોને ખાસ કરીને ગંભીર ક્ષતી પહોચે છે ઘણા કિસ્સાઓમાં તો દર્દીઓની આંખની રોશની કાયમ માટે ચાલી જાય છે આથી ડાયાબીટીસ બીપી જેવા દર્દના રોગીઓએ કોરોનાની સારવાર અત્યંત કાળજી પૂર્વક કરવી હિતાવહ છે.

સરકારે ત્રીજી લહેરનો સામનો કરવા તૈયારી શરૂ કરી, સોમવારે ડોક્ટરો, વૈજ્ઞાનિકો સાથે બેઠક
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ત્રીજી લહેર સામે સજ્જતા કેળવવા આગોતરા પ્રયાસ શરૂ કરાશે. આ માટે સોમવારે કોવિડની એક્સપર્ટ કમિટીના ડોક્ટરો અને બાયો ટેક્નોલોજી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે.

જેથી આગોતરા પગલાં લઇ શકાય. મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલના આરસોડિયા ગામની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગામડામાં કેસ વધી રહ્યા છે ત્યારે ગામડાંને કોરોનાથી બચાવવા છે. જેથી આ અભિયાન શરૂ કરાયું છે. દરેક ઘરના વ્યક્તિનું સર્વેલન્સ થાય, કોરોનાના ટેસ્ટ થાય અને પોઝિટિવ આવે તો તે અન્યને સંક્રમણ ન લગાવે તે માટે કોવિડ સેન્ટરમાં આઈસોલેટ થઇ શકે અને પ્રથમ દિવસથી જ ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે. આ ઉપરાંત ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...