પરિવારજનોને હાશકારો:ઇન્ડિયન એમ્બેસીની સૂચના મુજબ ફોર્મ ભર્યું, વેદાંત વિનામૂલ્યે યુક્રેનથી બારેજા પરત ફર્યો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયન એમ્બેસીની સૂચના મુજબ ફોર્મ ભર્યું બીજા દિવસે લિસ્ટમાં નામ આવ્યુ અને એક રૂપિયો ભાડુ ચૂકવ્યા વગર વેદાંત બારેજા પરત ફરતા પાલિકાના પ્રમુખે તેની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
ઇન્ડિયન એમ્બેસીની સૂચના મુજબ ફોર્મ ભર્યું બીજા દિવસે લિસ્ટમાં નામ આવ્યુ અને એક રૂપિયો ભાડુ ચૂકવ્યા વગર વેદાંત બારેજા પરત ફરતા પાલિકાના પ્રમુખે તેની મુલાકાત લીધી હતી.
  • બારેજાનો વતની વેદાંત 3 વર્ષથી યુક્રેન ચેર્નિવત્સીમાં MBBS નો અભ્યાસ કરતો હતો
  • યુદ્ધના 2 દિવસ પૂર્વે જ 25 દિવસનો ખાવાનો સ્ટોક કરી લીધો હતો

ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી બારેજા પરત ફરેલા વેદાંત હિતેશભાઈ યોગીએ જણાવ્યુ કે ઇન્ડિયન એમ્બેસી, ટ્વીટર અને કન્સલ્ટન્સીની મદદથી ઇન્ડિયન એર લાઇન્સમાં એક પણ રૂપિયો ભાડુ ચૂકવ્યા વગર એમબીબીએસનું છેલ્લું વર્ષ અધૂરું મૂકી બારેજા પરત ફર્યો છું. હું સલામત છું. ત્રણ વર્ષથી યુક્રેનની ચેર્નિવત્સી સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરવા ગયેલા અને બારેજાની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા વેદાંતે ભારત સરકારની વ્યવસ્થાને બિરદાવી આભાર માન્યો હતો.

એકપણ રૂપિયો ભાડુ લેવાયું નથી: વિદ્યાર્થી
યુક્રેન એમબીબીએસનો અભ્યાસ કરવા ગયેલા વેદાંતે બારેજા પરત ફરી ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે અમને રોમાનીયા બોર્ડરથી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ લેવા આવી હતી એકપણ રૂપિયો ભાડુ લેવાયું નથી.

‘ખાવા-પીવીનું સ્ટોક કર્યું’
વેદાંતે વધુમાં જણાવ્યુ હતુ કે યુદ્ધ શરૂ થતાજ ઇન્ડિયન એમ્બેસીની વ્યવસ્થા મુજબ લિસ્ટ બનવાનું શરૂ થતા જ બીજા દિવસે લિસ્ટમાં નામ આવી ગયુ હતુ . હું સલામત છું ઇન્ડિયન એમ્બેસીની સૂચના મુજબ ફોર્મ ભર્યું હતું અને બીજા જ દિવસે લિસ્ટમાં નામ આવી જતા હું પરત આવ્યો.યુદ્ધ શરૂ થવાના બે દિવસ પૂર્વે અમે 20-25 દિવસ સુધી ચાલે એટલું ખાવા પીવાનું સ્ટોક કરી લીધો હતો.

ઓપરેશન ગંગાનાં વિદ્યાર્થીએ વખાણ કર્યા
બારેજા નગર પાલિકાનો યુવાન યુક્રેનના ચેર્નિવત્સી શહેરમાંથી હેમખેમ પરત ફરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. વેદાંત હેમખેમ પરત ફરતા પાલિકાના પ્રમુખ હેતલબેન પટેલ, ઉપ પ્રમુખ હિતેન્દ્રસિંહ સોઢા, કેતુલભાઈ પટેલ સહિતના કાઉન્સિલરો ભાજપ કારોબારી સદસ્યો સહિતના અગ્રણીઓએ મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી તે દરમિયાન વેદાંતે પણ સરકારના ઓપરેશન ગંગા વ્યવસ્થાના વખાણ કર્યા હતા.આમ યુક્રેનથી પરત ફરેલા વેદાંતે તેને થયેલા અનુભવોનું વર્ણન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...