કોરોના સહાય:આજથી ફોર્મનું વિતરણ, સ્વીકારવાનું શરૂ

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મૃત્ય સહાયને લઈને ગાંધીનગર જિલ્લામાં ફોર્મ વિતરણથી લઈને અરજી સ્વીકારવાની પ્રક્રિયા શુક્રવારથી શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાની ચાર મામલતદાર કચેરી અને ગાંધીનગર ડિઝાસ્ટર કચેરી ખાતે ફોર્મ મળશે અને ત્યાં જ સ્વીકારવામાં આવશે. સંસ્થાકીય કે બિનસંસ્થાકીય મૃત્યુ પ્રમાણપત્રમાં કારણ કોવિડ-19 દર્શાવ્યું હોય તેને કોવિડ-19થી થયેલું મૃત્યુ જ ગણવામાં આવશે.

કોરોનાના એવા કેસ કે જેનું નિદાન પોઝીટીવ આરટીપીસીઆર-મોલેક્યુલર ટેસ્ટ કે રેપિડ એન્ટિજન ટેસ્ટ દ્વારા કરાયા બાદ હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે દાખલ કરાય અને ત્યારબાદ મૃત્યુ થયું હોય તો ટેસ્ટના પોઝિટીવનો રિપોર્ટ અને સબ રજિસ્ટ્રાર દ્વારા અપાયેલા મરણના દાખલાને સાથે રાખીને અરજી કરવાની રહેશે.

આ બંને કિસ્સામાં સીધી સંબંધિત મામલતદારને અરજી કરવાની રહેશે. જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલી હોય તે તબીબ મૃત્યુનું કારણ જણાવી શકે છે. આવામાં મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય તો ફોર્મ નંબર-4 અને એ સિવાયના કિસ્સામાં ફોર્મ નંબર 4-A પ્રમાણે રજિસ્ટ્રારને મરણની નોંધણી માટે મોકલવામાં આવે છે.

પુરાવાના અભાવવાળા કિસ્સાઓમાં મૃતકોના પરિવારજનોએ ગાંધીનગર જિલ્લા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એટલે કે ડિઝાસ્ટર કચેરી ખાતે અરજી કરવાની રહેશે. પરિશિષ્ટ-3 મુજબના નમુનામાં અરજી કરવાનું ફોર્મ ડિઝાસ્ટર કચેરી ખાતેથી જ નાગરિકોને મળી રહેશે. સંપૂર્ણ વિગતો સાથેનું ફોર્મ મળ્યા પછી ખાતરી સમિતિને તે મોકલી આપવામાં આવશે.

ડિઝાસ્ટર કચેરી તથા ચારેય તાલુકાની મામલતદાર કચેરીઓથી ફોર્મ મળશે
આ અંગે કોઈ પ્રશ્ન હોય તો કોનો સંપર્ક કરવો?

  • જિલ્લામાં પરિશિષ્ટ-3 મુજબની અરજી માટે - 07923256720
  • ગાંધીનગર તાલુકા માટે: મામલતદાર કચેરી - 07923259074
  • દહેગામ તાલુકા માટે: મામલતદાર કચેરી - 9426076717
  • કલોલ તાલુકા માટે: મામલતદાર કચેરી - 02764220414
  • માણસા તાલુકા માટે: મામલતદાર કચેરી - 02763270662

કેવા કિસ્સામાં ડિઝાસ્ટર કચેરી ખાતે અરજી કરવાની રહેશે

  • ​​​​​​​જે અરજદાર પાસે સંસ્થાકીય મૃત્ય પ્રમાણપત્ર ફોર્મ-4 કે બીન સંસ્થાકીય મૃત્ય પ્રમાણપત્ર ફોર્મ-4એમાં મૃત્યુનું કારણ કોરોના દર્શાવ્યું ન હોય.
  • ફોર્મ-4 અને ફોર્મ-4એમાં દર્શાવેલ કારણ અંગે કોઈ વાંધો હોય, સંતોષ ના હોય તો આ મુદ્દે અરજી કરવાની રહેશે.
  • પોઝિટિવ RT-PCR/મોકેક્યુલર ટેસ્ટ/રેપીડ એન્ટીજન ટેસ્ટ

(RAT)નો રિપોર્ટ ના હોય તો આ મુદ્દે અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...