તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસના નેતાની મુખ્યમંત્રી સમક્ષ માગ:તાઉતેમાં નુકસાન ભોગવનારા ખેડૂતોના બેન્ક ધિરાણ માફ કરો, જૂનું ધિરાણ માફ કરી નવું મંજૂર કરવા રજૂઆત

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરેશ ધાનાણી, વિપક્ષના નેતા - ફાઇલ તસવીર - Divya Bhaskar
પરેશ ધાનાણી, વિપક્ષના નેતા - ફાઇલ તસવીર

રાજયમાં વાવાઝોડાએ કૃષિ પાકને મોટા પ્રમાણમાં નુકશાન પહોચાડ્યું છે. આવા સંજોગોમાં કૃષિ પાક અને કૃષિ સંશાધનો વસાવવા માટે ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રીય કૃત બેંકમાંથી ધિરાણ પણ મેળવ્યા છે. ખેતરમાં કુવો કરવા માટે, ઇલેક્ટ્રીક રૂમ પાણીનો ટાંકો, ટ્રેકટર, ટ્રેઇલર,ગોડાઉન, બાગાયતી પાક સહિત વિવિધ કૃષિ જરૂરિયાત માટવાવાઝોડાને કારણે પાક નાશ પામતા ખેડૂતને કોઇ આવક થાય તેમ ન હોવાથી તેનું બેંક ધિરાણ માફ કરવા અને નવું ધિરાણ મળે તેવી વ્યવસ્થા કરવા વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ માગ કરી છે.

ઇન્જેક્શનનો ભાવ વધારી દર્દીઓની મુસીબત વધારી
મંદી-મોંઘવારીમાં સપડાયેલા ગુજરાતના મધ્યમ વર્ગને રેમડેસિવીર હોય કે મ્યુકર માયક્રોસીસમાં વપરાતા એમ્ફોટેરિસીન બીના ઇન્જેકશનમાં દર્દીઓ લૂટાય રહ્યા છે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, મ્યુકરમાઈક્રોસીસના દર્દીઓ સરકારી આંકડા મુજબ 2281 અને હકીકતમાં 10 હજાર દર્દીઓ સપડાયા છે. એમ્ફોટેરિસીન બી ઇન્જેક્શનના હવે રૂ. 4563થી રૂ. 5950 ચૂકવવા પડશે. જેના ભાવ પહેલા રૂ. 2900 થી રૂ. 3300 હતા. જેનો સીધો મતલબ એવો થયો કે, ઇન્જેકશનદીઠ રૂ. 1573થી રૂ. 2650 માતબર રકમનો વધારો ઝીંકાયો છે. સારવાર માટે એક દર્દીને કુલ 90થી 140 જેટલા ઈન્જેકશન આપવા પડે છે. સરકારના નવા પરિપત્રમાં ઈન્જેક્શન રૂ. 240માં મળશે પણ તેની કિંમત રૂ. 4792થી રૂ. 6247 જેટલી છે.

સરકારે જાહેર કરાયેલી સહાય અવ્યાવહારિક : MLA
તૌકતેથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને ઘણું નુકશાન થયું છે. ત્યારે વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ હતુ કે, કેરીના પાક અંગે ખેડૂતોને આંબાના રોપાના રૂ. 250, ખાડો ખોદવા-વાવેતરના રૂ.160, દવા- ખાતરના રૂ. 25, પાણી તથા મજુરી ખર્ચના રૂ. 100 મળી કુલ રૂ. 500 પ્રતિ આંબાદીઠ ખર્ચ છે. 10 વર્ષના ઉછેર પછી કેરીની આવક વર્ષે આંબાદીઠ 700 કિલો x રૂ.40 ભાવ ગણતાં રૂ. 28 હજાર લેખે 10 વર્ષના 2.80 લાખ થતા ખેડૂતને આંબાદીઠ રૂ. 2.80 લાખ ચુકવવાની માગ કરી હતી. જ્યારે ઉનાના ધારાસભ્ય પૂજા વંશે સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. 95.100ની સહાય પર્યાપ્ત ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...