ગાંધીનગર કોરોના LIVE:ગાંધીનગરમાં આજે કોરોનાના વધુ 320 પોઝિટિવ કેસ નોંધાયા, બે દિવસમાં જ 500 કેસ સામે આવ્યાં

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે ગ્રામ્ય વિસ્તારમાં 102 અને કોર્પોરેશન વિસ્તારમાં 218 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં
  • કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી જે ચાવડા પણ કોરોનાથી સંક્રમિત થયા

ગાંધીનગરમાં ઉત્તરાયણનાં બે દરમિયાન કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ગઈકાલે 14 મી જાન્યુઆરીના રોજ જિલ્લામાં 180 કોરોના દર્દીઓ પોઝિટિવ આવ્યા બાદ આજે શનિવારે વધુ 320 લોકોને કોરોનાનો ચેપ લાગતા બે દિવસમાં જ કોરોના પોઝિટિવનો આંક 500 નોંધાયો છે.

ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં એકદમ ઉછાળો આવી રહ્યો છે. ગઈકાલે શુક્રવારે જિલ્લામાં 180 કેસ પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 38 અને કોર્પોરેશન વિસ્તારમાં 142 કેસ નોંધાયા હતા. આમ ગઈકાલે ઉત્તરાયણનાં દિવસે જિલ્લામાં 180 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

એજ રીતે આજે શનિવારે કોરોનાનો આંકડો અત્યાર 320 નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાં નવા કોરોના પોઝિટિવ દર્દીઓ 102 સરકારી દફતરે નોંધાયા છે. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાં 218 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

આમ છેલ્લા બે દિવસના આંકડા પર નજર કરીએ તો શુક્રવારે 180 અને આજે શનિવારે 320 એમ માત્ર બે દિવસમાં જ કોરોનાના 500 પોઝિટિવ કેસ સરકારી દફતરે નોંધાઈ ચૂક્યા છે. નોંધનીય છે કે, ગાંધીનગર ઉત્તરનાં કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી જે ચાવડા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેઓ કોરોનાની બીજી લહેર વખતે કોરોનાની ઝપેટમાં આવી જતાં યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા હતા. ત્યારે ફરીવાર ધારાસભ્ય ચાવડા કોરોના પોઝિટિવ આવતાં તેમની સંપર્કમાં આવેલા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...