રાજ્યમાં દારુબંધી હોવાથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારુ ઘુસાડવામાં આવે છે. જેમાં પોલીસ દારુને રોકવામાં કેટલાક અંશે સફળ રહે છે. છતા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા બતાવી રહ્યા છેકે, રાજ્યમાં દારુની રેલમછેલ થઇ રહી છે. વર્ષ 2021 અને 22માં ગાંધીનગર જિલ્લામાંથી 7.65 કરોડ રૂપિયાનો દારુ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે. તે ઉપરાંત 2.89 લાખનો ગાંજો પકડવામાં આવ્યો છે.
ગાંધીના ગુજરાતમાં દારુબંધી હોવાથી બુટલેગરો એનકેન પ્રકારે રાજસ્થાન સહિતના રાજ્યમાંથી દારુ ગુજરાતમાં લાવે છે. ત્યારે આજે શુક્રવારે વિધાનસભામાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન કેટલો વિદેશી, દેશી, બિયર અને નશીલા પદાર્થો પકડાયા છે. જેમાં સામે આવ્યુ હતુ કે, ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2021માં 1,06,474 વિદેશી દારુની બોટલ કિંમત 2,96,65,596 કરોડનો દારુ, જ્યારે 29692 લીટર દેશી દારુ કિંમત 5,93,440 અને બિયરની 691 બોટલ કિંમત 85093નો જથ્થો પકડવામાં આવ્યો છે.
જ્યારે વર્ષ 2022માં વિદેશી દારુની 2,11,705 વિદેશી દારુની બોટલ કિંમત 4,68,69,839 કરોડનો દારુ, 6,16,200ની કિંમતનો 30810 લીટર દેશી દારુ અને 2,45,140ની કિંમતની 2098 બિયરની બોટલ પકડવામાં આવી છે. જ્યારે વર્ષ 2021માં 1,98,770 લાખની કિંમતનો 64.672 કીલોગ્રામ ગાંજો, જ્યારે વર્ષ 2022માં 91250 હજારનો 7,986 કીલોગ્રામ ગાંજો પકડવામાં આવ્યો છે. રાજ્યના પાટનગરમાંથી પણ હવે કરોડોનો દારૂ અને ગાંજો પકડાઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.