તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચિલોડા ગામમાં તબેલામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચિલોડા ગામમાં તબેલામાં સંતાડેલો વિદેશી દારૂ જપ્ત કરતી પોલીસ. - Divya Bhaskar
ચિલોડા ગામમાં તબેલામાં સંતાડેલો વિદેશી દારૂ જપ્ત કરતી પોલીસ.
  • ગુનામાં સામેલ અન્ય 2 આરોપી ફરાર થઈ ગયા
  • ચિલોડા અને એલસીબી 2એ 101 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લઈ ગુનો દાખલ કરી તપાસ આદરી

ચિલોડા ગામમા રહેતા બુટલેગર દ્વારા દારૂ સંતાડવા ભેંસના તબેલાનો ઉપયોગ કરવામા આવ્યો હતો. એલસીબી 2એ તબેલામા સંતાડેલી 101 બોટલ સાથે બુટલેગરને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી અને ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ચિલોડા ગામના પંચવટી વિસ્તારમાં રહેતો દિનેશ જવાનજી ઠાકોર દારૂનુ વેચાણ કરે છે.

જ્યારે તેના ઘર આગળ આવેલા ભેંસો બાંધવાના ઢાળિયામા વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે. ત્યારે પોલીસે રેડ દરમિયાન 101 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેમા બુટલેગર દિનેશ ઠાકોરને ઝડપી લીધો હતો. જ્યારે પોલીસે બે આરોપી અંબારામ જવાનજી ઠાકોર અને રવિજી ઉર્ફે પપ્પુ પોપટજી ઠાકોર (રહે. ચિલોડા) ફરાર જોવા મળતા તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...