તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ચંદ્રાલા હોટલ પાસેથી વિદેશી તેમજ ગીયોડ નજીકથી દેશી દારૂ ઝડપાયો

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવા પર 18 લીટર દેશી તથા ટ્રાવેલ્સમાં વિદેશી દારૂ લઇને આવતા શખસ સામે ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી

રાજસ્થાન તરફથી આવતી ટ્રાવેલ્સમા દારૂની હેરાફેરી થાય છે. ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે હોટલ પાસેથી ટ્રાવેલ્સમાથી વિદેશી દારૂની બોટલ પકડી હતી. ગિયોડ મંદિર પાસેથી એક્ટિવા પર 18 લીટર દેશી દારૂ લઇ જતો બુટલેગર પોલીસ જોઇને એક્ટિવા મુકી ફરાર થયો હતો.

રાજસ્થાન તરફથી આવતી ટ્રાવેલ્સમાં મોટાપાયે દારૂને લાવી ગુજરાતમાં ઘુસાડવામા આવે છે. ચિલોડા પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી આવતી સુરાના ટ્રાવેલ્સની બસમાં દારૂ લઇને એક યુવક આવી રહ્યો છે. ત્યારે પોલીસે ચંન્દ્રાલા પાસે આવેલી એક હોટલ પાસે બસને રોકાવી હતી. જેમાં તપાસ કરતા કિશન ગણેશ ગુર્જર (રહે, તા.જી.રાજસમંદ, રાજસ્થાન) પોતાના પગ પાસે એક થેલામાં દારૂની બોટલ નંગ 20 13200 સહિતનો 16200નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

બીજી તરફ ગિયોડ મંદિર પાસે એક એક્ટિવા લઇને આવી રહેલા ચાલકને પોલીસે વાહન રોકવાનો ઇશારો કર્યો હતો. પરંતુ દેશી દારૂ લઇને આવી રહેલો બુટલેગર પોલીસ જોઇને વાહન રોકવાને બદલે ભગાડી મુક્યુ હતુ અને ખેતરના રસ્તે વાહન મુકીને ભાગી ગયો હતો.

પોલીસે એક્ટિવાના પગ મુકવાની જગ્યાએ પડેલા થેલાની તપાસ કરતા 18 લીટર દેશી દારૂ મળ્યો હતો. જ્યારે બુટલેગર ફરાર થઇ ગયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસે બંને સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...