તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ગાંધીનગરના રાયસણમાં આવેલું મીની કમલમ કોરોનાનું હોટ સ્પોટ બનવાના એંધાણ,ભાજપના વોર્ડ નંબર 10 ના ઉમેદવાર મહેન્દ્ર દાસ પોઝિટિવ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વધતા સંક્રમણ વચ્ચે 18 તારીખે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાશે
 • ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરૂ કરી મતદારોને મળવાનો આરંભ પણ કરાયો હતો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના વોર્ડ પ્રમુખ અને પૂર્વ હોદ્દેદારો કોરોનામાં સપડાયા છે. ત્યારે આજે ગાંધીનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નંબર 10ના ઉમેદવાર મહેન્દ્ર ભાઈ પ્રહલાદભાઈ પટેલ(દાસ) કોરોના પોઝિટિવ આવતા ભાજપ છાવણીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તાજેતરમાં જ રાયસણમાં આવેલ અને મીની કમલમ તરીકે જાણીતા બનેલા ભૈરવનાથ પાર્ટીપ્લોટમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પાઠશાળા તેમજ અનેક મિટિંગમાં હાજરી આપનાર મહેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવતા ભૈરવનાથ પાર્ટી પ્લોટ કોરોનાનું હોટ સ્પોટ બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

ગાંધીનગરના ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે પાઠશાળા યોજવામાં આવી હતી
ગાંધીનગરના ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે પાઠશાળા યોજવામાં આવી હતી

સત્તાની લાલચમાં રાજકીય પક્ષોના મેળાના કારણે ગાંધીનગરના નાગરિકોને મોટી કિંમત ચૂકવવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તાજેતરમાં જ ગાંધીનગરના રાયસણમાં આવેલા ભૈરવનાથ પાર્ટીપ્લોટમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ધ્વારા ગાંધીનગરના ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે પાઠશાળા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં એકઠાં થયેલાં આ મેળાવડામાં કોરોનાની ગાઇડ લાઇનનું ચીર હરણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે દિવ્ય ભાસ્કરે પણ ભૈરવનાથ પાર્ટી પ્લોટ કોરોનાનું હોટ સ્પોટ બનશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરૂ કરી મતદારોને મળવાનો આરંભ પણ કરાયો
ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરૂ કરી મતદારોને મળવાનો આરંભ પણ કરાયો

જે બાદ ભાજપના વોર્ડ ઇન્ચાર્જ તેમજ પૂર્વ મહામંત્રી અરવિંદ ઠાકોર, ઉપ-પ્રમુખ જૈમિન વૈદ્ય તેમજ ભાજપ કાર્યકર પ્રતીક મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ભાજપના વોર્ડ પ્રમુખ થી લઈ કાર્યકર સુધી કોરોના પહોંચી ગયો હોવા છતાં સત્તાની લાલચમાં ભૈરવનાથ પાર્ટી પ્લોટમાં મિટિંગોનો દોર ચાલુ જ રાખવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર 10 ના ઉમેદવાર મહેન્દ્ર પટેલ, મીરાબેન પટેલ, પોપટ સિંહ ગોહિલ અને તેજલ બેન નાઈ દ્વારા ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરૂ કરી મતદારોને મળવાનો આરંભ કરી દીધો હતો. બે દિવસ પહેલા પણ ભૈરવ પાર્ટીપ્લોટમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ એવા વોર્ડ નંબર 10 ના ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલ નાદુરસ્ત તબિયત હોવા છતાં મિટિંગમાં હાજર રહ્યા હતા અને અનેક લોકોને મળ્યા પણ હતા.

સત્તાની લાલચમાં ભૈરવનાથ પાર્ટી પ્લોટમાં મિટિંગોનો દોર ચાલુ જ રાખવામાં આવ્યો
સત્તાની લાલચમાં ભૈરવનાથ પાર્ટી પ્લોટમાં મિટિંગોનો દોર ચાલુ જ રાખવામાં આવ્યો

ત્યારે આજે ભાજપ ના મહેન્દ્ર પટેલ ને કોરોના પોઝિટિવ આવતા તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થઈ ગયા છે બીજી તરફ ચૂંટણી પ્રચાર દરમિયાન જ મહેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવતા ભાજપ છાવણીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ભાજપ ની પાઠશાળામાં હાજર રહેનાર વોર્ડ પ્રમુખ ઓ તેમજ કાર્યકરો બાદ ઉમેદવાર પણ કોરોના પોઝિટિવ આવતા આગામી દિવસોમાં ભૈરવ નાથ પાર્ટી પ્લોટ કોરોના નું હોટસ્પોટ બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો