સમિટને પગલે ગાંધીનગર વાઈબ્રન્ટ:સમિટ માટે મહેમાનો ચ રોડ પરથી વિના અડચણે મહાત્મા મંદિર પહોંચી શકશે

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘ-4 અંડરપાસનો સર્વીસ રોડ બે-ત્રણ દિવસમાં શરૂ કરી દેવાશે. - Divya Bhaskar
ઘ-4 અંડરપાસનો સર્વીસ રોડ બે-ત્રણ દિવસમાં શરૂ કરી દેવાશે.
  • સમિટને પગલે ગાંધીનગર વાઈબ્રન્ટ વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીનો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, રસ્તો જોડાઈ જશે

ગાંધીનગરમાં જાન્યુઆરી-2022માં યોજનારી વાઈબ્રન્ટ સમિટને લઈને રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં અધિકારીઓ અને મહેમાનો ચ રોડ પરથી સીધા જ કોઈ અડચણ વગર મહાત્મા મંદિર પહોંચી શકે તે માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે. અત્યાર સુધી બે જગ્યાએ કપાયેલો સેન્ટલ વિસ્ટા ગાર્ડન પણ જોડાઈ જશે. તો બીજી તરફ સ્થાનિક તંત્ર પણ બાકી કામો અને શહેરની સુંદરતા વધારતા કામોમાં લાગી ગયું છે. ત્યારે મહત્મા મંદિરથી એક કિલોમીટરના અંતરે જ આવેલા ગ-4 અંડરપાસનું કામ વાયબ્રન્ટ પહેલાં પુર્ણ થાય તેવી કોઈ શક્યતા નથી. જેને પગલે મનપા દ્વારા હવે અંડરપાસ પૂરો કરતાં પહેલાં તેના પર આડો રોડ રસ્તો બનાવી દેવાશે.

અહીં લોન અને રોપા સહિતની કામગીરી પણ વાયબ્રન્ટ પહેલાં પૂર્ણ કરી દેવાશે. બીજી તરફ ઘ-4 અંડરપાસ ઉપર પણ લોન-રોપા સહિતની કામગીરી વાઈબ્રન્ટ પહેલાં પૂર્ણ કરી દેવાશે. એટલે કે વાયબ્રન્ટ પહેલાં જ વિધાનસભાથી મહત્મા મંદિર સુધીનો રસ્તો શરૂ કરી દેવાશે.

ઘ-4નાે સર્વિસ રોડ 15 દિવસમાં તૈયાર થઇ જશે
તંત્ર દ્વારા તૈયાર થયેલા ઘ-4 અંડરપાસના સર્વિસ રોડને 2-3 દિવસમાં વાહનો માટે શરૂ કરી દેવાશે. વાહનોની અવર-જવરથી સપાટી વર્કીગ પકડે પછી તેના પર સફેદ પટ્ટા સહિતનો આખરી આપી દેવાશે. જેને પગલે હવે નાગરિકોને સેક્ટર-16 સહિતના વિસ્તારોમાં જવાની સરળતા પડશે.

સ્ટ્રીટલાઈટને રંગરોગાન કરાશે
શહેરના મુખ્ય માર્ગો પર આવેલા સ્ટ્રીટપોલને કલર મારી નવા કરી દેવાશે. સામાન્ય રીતે કાટ ચઢેલી હાલતમાં સ્ટ્રીટપોલ હોય છે. ક્યાક તૂટેલી હાલતમાં પણ હોય છે આ સમયે તંત્ર દ્વારા આ બધા પર ખાસ ધ્યાન કરાતું નથી. પરંતુ વાયબ્રન્ટ આવતા જ તંત્ર જગ્યા-જગ્યાએ લોકોને દોડાવીને આવા રહી ગયેલા કામોને પતાવા દોડતું થાય છે.

ગ-4 અંડપાસ ખાતે છેલ્લા એકાદ વર્ષથી ચાલતી મંથરગતીની કામગીરીથી આમજનતાને હાલાકી
ગ-4 અંડરપાસની કામગીરી માટે 1 વર્ષ પહેલાંથી જ રોડ બંધ કરી દેવાયેલો છે. એકાદ વર્ષથી ગ-4 અંડરપાસની કામગીરીમાં કોઈ ખાસ કામ થયું નથી. જેમાં હાલ અંડરપાસમાં માટે માટી ઉલેચી અંડરપાસના બોક્સનું કામ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...