તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:ગાંધીનગરમાં બીજા વર્ષે પણ ભગવાન જગદીશને મંદિર પરિસરમાં જ ફરવું પડશે

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા નીકળશે જ ની વાતો કરનારી સમિતિ પણ આખરે પાણીમાં બેસી ગઇ : ભક્તોમાં નારાજગી
  • માત્ર 10 કિમીના ટૂંકાવેલા રૂટ માટે પણ પોલીસે છેલ્લી ઘડી સુધી ફોળ ન પાડી, પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેઠકો પણ કરાઈ
  • પુરીમાં રથયાત્રા નીકળશે, અમદાવાદમાં ભગવાનની નગરચર્યા થશે પણ...

જગન્નાથપુરીમાં ઐતિહાસીક રથયાત્રા નીકળશે. અમદાવાદમાં પણ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળશે પરંતુ પાટનગરમાં સતત બીજા વર્ષે ભગવાન જગદીશને મંદિર પરિસરમાં જ ફરીને સંતોષ માનવો પડશે. રથયાત્રા સમિતિએ અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે ટીવી તેવી જાહેરાત કરી હતી પરંતુ માત્ર 10 કિલોમીટરના ટૂંકાવેલા રૂટ માટે શહેર પોલીસે છેલ્લી ઘડી સુધી ફોળ પાડી નહોતી અને ગમે તે સંજોગોમાં રથયાત્રા નીકળશે જ, તેવું કહેનારી રથયાત્રા સમિતિ પણ પાણીમાં બેસી ગઈ છે.

પરિણામે ગાંધીનગરમાં ભગવાન જગ્ગનાથને બીજા વર્ષે પણ મંદિર પરિસરમાં જ ફરીને સંતોષ માનવાનો વારો આવ્યો છે. જોકે રથયાત્રા ન નીકળવાના નિર્ણયના પગલે ભક્તોમાં ભારે નારાજગી છવાઇ છે. કોરોના વાયરસના કેસ શહેરમા બિલકુલ ઓછા થઇ ગયા છે. જેને લઇને આગામી સોમવાર અષાઢી બીજના દિવસે અમદાવાદમા કરર્ફ્યુ વચ્ચે રથયાત્રા કાઢવામા આવશે. જ્યારે ગાંધીનગરમાં પણ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રા કાઢવા માટે 10 કીમીનો રૂટ નક્કી કરાયો હતો.

પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડીયાને માહિતી આપવામા આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ રથયાત્રાને કાઢવા મંજુર આપવામા આવી ન હોવાનું બહાર આવ્યુ છે. ઉલ્લેખનિય છે કે, ગતવર્ષે કોરોનાની કપરી સ્થિતિના કારણે રાજ્યભરમાં રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં ફરાવીને જ પરંપરા જાળવવામાં આવી હતી. પરંતુ વર્તમાન સ્થિતિમાં મોટા શહેરોમાં પણ રથયાત્રાને માર્ગો પર ફરવાની મંજુરી આપ્યા બાદ પણ ગાંધીનગરમાં મંજૂરી રદ કરવામાં આવતાં ભકતોમાં ભારે નારાજગી છવાઇ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે રથયાત્રા સમિતિને છેલ્લી ઘડી સુધી ફેરવી હતી. જ્યારે રથયાત્રા કાઢવા માટે પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેઠકો પણ કરવામા આવી હતી. તેમ છતા અમદાવાદમાં રથયાત્રા નિકળશે પરંતુ રાજ્યના પાટનગરમાં ટૂંકા કરાયેલા રૂટ ઉપર પણ ભગવાનના રથને લઇ જવા માટે અટકાવવામા આવી રહ્યા છે.

ભાજપની સરકાર નથી તેવા ઓરીસ્સાના પુરીમાં ભગવાનની રથયાત્રા નિર્વિઘ્ને કાઢવામા આવનાર છે. જ્યારે હિંદુત્વની વાતો કરતી સરકારના સાશનમાં જ વર્ષોની પરંપરાને અટકાવવામા આવી રહી છે તેમ ભક્તો દ્વારા કહેવામા આવતુ હતુ. રથયાત્રા સમિતિના દિનેશ કાપડીયાએ કહ્યુ હતુ કે, શહેરમાં સતત બીજા વર્ષે ભગવાનના રથને મંદિર પરિસરમા જ ફરવુ પડશે. જોકે, એક સમય માટે રથયાત્રા સમિતિએ ખુલ્લેઆમ કહ્યુ હતુ કે, કોઇ પણ ભોગે રથયાત્રા કાઢવામા આવશે, પરંતુ સમિતિ પણ હવે પાણીમાં બેસી ગઇ છે.

અમિત શાહ સોમવારે વિવિધ લોકાર્પણ કરશે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 12 જુલાઇ સોમવારે વિવિધ લોકાર્પણ કરશે. તેમની સુરક્ષામા ગાંધીનગરની પોલીસ સવારથી સાંજ સુધી ખડેપગે રહેશે. કાર્યક્રમ સવારે 11:45 કલાકે નારદીપુરમા, ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમ કરશે, જ્યારે સાંજે 5 કલાકે અડાલજમાં લોકાર્પણ કર્યા બાદ અમદાવાદ જશે. જેમાં એસપી 1, ડીવાયએસપી 5, પીઆઇ, પીએસઆઇ 50 અને 400 જેટલા પોલીસ કોન્સ્ટેબલ સુરક્ષાની જવાબદારી નિભાવશે તેમ જિલ્લા એસપી મયુર ચાવડાએ કહ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...